Ticket Checking Campaigns

Ticket Checking Campaigns: અમદાવાદ મંડળ પર વિના ટિકિટ મુસાફરી કરનારાઓ સામે મોટી કાર્યવાહી, કરોડો રૂપિયાની પુનઃપ્રાપ્તિ થઈ

Ticket Checking Campaigns: અમદાવાદ મંડળ પર એપ્રિલથી ઓક્ટોબર 2023 સુધી ટિકિટની ખાસ તપાસના અભિયાન દ્વારા રૂ. 15.53 કરોડ નું રાજસ્વ પ્રાપ્ત કર્યું

અમદાવાદ, 03 નવેમ્બરઃ Ticket Checking Campaigns: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર તમામ કાયદેસર યાત્રીઓને આરામદાયક યાત્રા અને ઉત્કૃષ્ટ સેવાઓ ચોક્કસપણે મળી રહે તેમ જ રેલ વ્યવહારમાં બીનઅધિકૃત મુસાફરીને અટકાવવા માટે મેઇલ/એક્સપ્રેસની સાથોસાથ પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વિનાના અનિયમિત યાત્રીઓ પર અંકુશ મૂકવા માટે સતત ટિકિટ તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આ વર્ષે ઓક્ટોબર, 2023ના અંત સુધીમાં અમદાવાદ મંડળ દ્વાર મહત્તમ ટિકિટ ચેકર્સનો સહયોગ લેવામાં આવ્યો જેમાં મહિલા ટિકિટ ચેકર્સ ટીમ પણ સામેલ છે, તેમના સહયોગથી મણિનગર-નડિયાદ, અસારવા-દહેગામ, મહેસાણા-પાલનપુર, પાલનપુર-ગાંધીધામ રેલખંડ તેમ જ અમદાવાદ સ્ટેશન પર વિવિધ પ્રકારનું ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યા.

આ વિશાળ પાયે કરાયેલ ચેકિંગ દરમિયાન 32961 કેસ નોંધાતા રૂ. 2.25 કરોડથી વધારેની આવક પ્રાપ્ત થઇ. આ વર્ષે મંડળ દ્વારા એપ્રિલ 2023થી ઓક્ટોબર 2023 સુધી ટિકિટ વિના, અનિયમિત ટિકિટ, સામાન બુક કર્યા વિના કુલ 2.18 લાખ કિસ્સા સાથે રૂ.. 15.53 કરોડનું રાજસ્વ મેળવ્યું.

તમામ યાત્રીઓને વિનંતી છે કે જરૂરી રેલ ટિકિટ લઇને જ સફર કરે, તેનાથી તમે રેલવેની પ્રગતિમાં યોગદાન આપીને માનભેર મુસાફરી પણ કરી શકશો.

આ પણ વાંચો… Heritage Special Train Schedule: દર રવિવારે અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેન દોડશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો