Train Route Changed News: રાજકોટ ડિવિઝનની ચાર ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે, જાણો…

Train Route Changed News: દક્ષિણ પશ્ચિમ રેલવેમાં આવેલી ટનલ નંબર 65ની મેન્ટેનન્સ કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનની ચાર ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

રાજકોટ, 03 ડિસેમ્બરઃ Train Route Changed News: દક્ષિણ પશ્ચિમ રેલવેના શ્રી સત્યસાઈ પ્રસંતિ નિલયમ અને બસમપલ્લી સ્ટેશનો વચ્ચે આવેલી ટનલ નંબર 65ની મેન્ટેનન્સ કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનની ચાર ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ

1) ટ્રેન નંબર 19568 ઓખા-તુતીકોરિન વિવેક એક્સપ્રેસ 8 ડિસેમ્બરથી 26 જાન્યુઆરી 2024 સુધી ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગુંટકલ-રેનિગુંટા-જોલારપેટ્ટાઈ-સાલેમ થઈને દોડશે. આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર, યેલાહંકા અને બંગારાપેટ સ્ટેશનો નું સમાવેશ થાય છે.

2) ટ્રેન નંબર 19567 તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ 10 ડિસેમ્બરથી 28 જાન્યુઆરી 2024 સુધી ડાયવર્ટ કરેલા રૂટ વાયા સાલેમ-જોલારપેટ્ટાઈ-રેનિગુંટા-ગુંટકલ થઈને દોડશે. આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં બાંગરાપેટ, કૃષ્ણરાજપુરમ, યેલાહંકા, હિન્દુપુર, ધર્માવરમ અને અનંતપુર સ્ટેશનો નું સમાવેશ થાય છે.

3) ટ્રેન નંબર 16613 રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ 10 ડિસેમ્બર થી 28 જાન્યુઆરી 2024 સુધી ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગુંટકલ-રેનિગુંટા-જોલારપેટ્ટાઈ-તિરુપત્તુર-સાલેમ થઈને દોડશે. આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં ગુટી, અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર, કૃષ્ણરાજપુરમ અને બંગારાપેટ સ્ટેશનો નું સમાવેશ થાય છે.

4) ટ્રેન નંબર 16614 કોઈમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ 8 ડિસેમ્બર થી 26 જાન્યુઆરી 2024 સુધી ડાયવર્ટ કરેલા રૂટ વાયા સાલેમ-તિરુપત્તુર-જોલારપેટ્ટાઈ-રેનિગુંટા-ગુંટકલ થઈને દોડશે. આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં બાંગરાપેટ, કૃષ્ણરાજપુરમ, હિન્દુપુર, ધર્માવરમ, અનંતપુર અને ગુટી સ્ટેશનો નું સમાવેશ થાય છે.

રેલવે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

આ પણ વાંચો… Aansu ane Arman: કાશ કે આંસુઓનાં રંગ હોત: પૂજા પટેલ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો