Train

Train Schedule Extended: પશ્ચિમ રેલવે દ્વારા ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા

Train Schedule Extended: ઓખા-મદુરાઈ સ્પેશિયલ જેને અગાઉ 25 ડિસમ્બર સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 29 જાન્યુઆરી, 2024 સુધી લંબાવવામાં આવી

રાજકોટ, 30 ડિસેમ્બરઃ Train Schedule Extended: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ સમાન રચના, સમય અને રૂટ સાથે વિશેષ ભાડા પર ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના ફેરા લંબાવામાં આવ્યા છે. વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 09520/09519 ઓખા-મદુરાઈ વીકલી સ્પેશિયલ

  1. ટ્રેન નંબર 09520 ઓખા-મદુરાઈ સ્પેશિયલ, જેને અગાઉ 25 ડિસમ્બર સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 29 જાન્યુઆરી, 2024 સુધી લંબાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન ઓખાથી દર સોમવારે 22.00 કલાકે ઉપડશે અને ગુરુવારે 11.45 કલાકે મદુરાઈ પહોંચશે
  2. ટ્રેન નંબર 09519 મદુરાઈ-ઓખા સ્પેશિયલ, જે અગાઉ 29 ડિસમ્બર, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 2 ફેબ્રુઆરી, 2024 સુધી લંબાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન મદુરાઈથી દર શુક્રવારે 01.15 કલાકે ઉપડશે અને રવિવારે 10.20 કલાકે ઓખા પહોંચશે.

ટ્રેન નંબર 09520 માટેનું બુકિંગ 31 ડિસેમ્બરથી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો… India Govt Calendar 2024: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ભારત સરકારના કેલેન્ડર 2024નું અનાવરણ કર્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો