sabarmati station 600x337 1

Train Stoppage at Sabarmati Station: મુસાફરોની સુવિધા માટે સાબરમતી સ્ટેશન (જેલ બાજુ) પર કેટલીક ટ્રેનોનું અસ્થાઈ સ્ટોપેજ

અમદાવાદ, 11 જાન્યુઆરીઃ Train Stoppage at Sabarmati Station: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝન પર મુસાફરોની સુવિધામાં વધુ સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે સાબરમતી સ્ટેશન (ધરમનગર બાજુ) પર મોડિફિકેશનના કામ માટે એન્જિનિયરિંગ બ્લોક લેવાના કારણે, કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે અને સાબરમતી સ્ટેશન (ધર્મનગર બાજુ) પર જશે નહીં. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને નીચેની ટ્રેનોને સાબરમતી સ્ટેશન (જેલ સાઇડ) SBT ખાતે 2 મિનિટનું વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

  1. 11 અને 12 જાન્યુઆરીના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 12957 અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ
  2. 11 અને 12 જાન્યુઆરીના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 12915 અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ
  3. 11 જાન્યુઆરીના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 19407 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ
  4. 11 અને 12 જાન્યુઆરીના રોજ દાદરથી ચાલનારી ટ્રેન નંબર 14708 દાદર-બીકાનેર એક્સપ્રેસ
  5. 11 અને 12 જાન્યુઆરીના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસ
  6. 12 જાન્યુઆરીના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલનારી ટ્રેન નંબર 22931 બાંદ્રા ટર્મિનસ-જેસલમેર એક્સપ્રેસ

ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો…. Kundanika Kapadia: ભારતીય નારીની ગરિમાપૂર્ણ છબી ધરાવતાં એક શાલિન સન્નારી એટલે કુન્દનિકા કાપડીઆ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો