Trains Affected News: સાબરમતી સ્ટેશન પર એન્જિનિયરિંગ કામગીરીને કારણે આ ટ્રેનોને થશે અસર

Trains Affected News: અમદાવાદ ડિવિઝનના સાબરમતી સ્ટેશન (ધર્મનગર તરફ) પર એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે

અમદાવાદ, 03 જાન્યુઆરીઃ Trains Affected News: પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના સાબરમતી સ્ટેશન (ધર્મનગર તરફ) પર એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે:

આંશિક પરિવર્તિત માર્ગે ચાલનારી ટ્રેનોઃ

  1. 5, 7 અને 9 જાન્યુઆરીના રોજ જોધપુરથી ઊપડતી ટ્રેન નંબર 14807 જોધપુર-દાદર એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા ખોડિયાર-ચાંદલોડિયા-સાબરમતી (જેલ તરફથી)-અમદાવાદ માર્ગે ચાલશે. સાબરમતી સ્ટેશન (ધર્મનગર તરફ) જશે નહીં.
  2. 02 જાન્યુઆરી થી 9 જાન્યુઆરી સુધી જમ્મુતાવી થી ઊપડનારી ટ્રેન નંબર 19224 જમ્મૂતાવી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ ખોડિયાર-ચાંદલોડિયા-સાબરમતી (જેલ તરફ)-અમદાવાના માર્ગે ચાલશે. સાબરમતી સ્ટેશન (ધર્મનગર તરફ) જશે નહીં.
  3. 04 જાન્યુઆરી થી 10 જાન્યુઆરી સુધી ગાંધીનગરથી ઊપડનારી ટ્રેન નંબર 20902 ગાંધીનગર-મુંબઇ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ ખોડિયાર-ચાંદલોડિયા-સાબરમતી (જેલ તરફ)-અમદાવાદના માર્ગે ચાલશે.
  4. 02 જાન્યુઆરીથી 09 જાન્યુઅરી સુધી યોગનગરી ઋષિકેશથી ઊપડતી ટ્રેન નંબર 19032 યોગનગરી ઋષિકેશ-અમદાવાદ યોગા એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ ખોડિયાર-ચાંદલોડિયા-સાબરમતી (જેલ તરફ)-અમદાવાદના માર્ગે ચાલશે. સાબરમતી સ્ટેશન (ધર્મનગર તરફ) જશે નહીં.
  5. 03 જાન્યુઆરી અને 10 જાન્યુઆરીના રોજ જોધપુર થી ઊપડતી ટ્રેન નંબર 16533 જોધપુર-કેએસઆર બેંગ્લુરુ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ ખોડિયાર-ચાંદલોડિયા-સાબરમતી (જેલ તરફ)-અમદાવાદના માર્ગે ચાલશે.
  6. 04 જાન્યુઆરી અને 06 જાન્યુઆરીના રોજ જોધપુર થી ઊપડતી ટ્રેન નંબર 16507 જોધપુર-કેએસઆર બેંગ્લુરુ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ ખોડિયાર-ચાંદલોડિયા-સાબરમતી (જેલ તરફ)-અમદાવાદના માર્ગે ચાલશે.
  7. 05 જાન્યુઆરી અને 07 જાન્યુઆરીના રોજ અજમેરથી ઊપડતી ટ્રેન નંબર 16209 અજમેર-મૈસૂર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ ખોડિયાર-ચાંદલોડિયા-સાબરમતી (જેલ તરફ)- અમદાવાદના માર્ગે ચાલશે,
  8. 08 જાન્યુઆરીના રોજ અજમેરથી ઊપડનારી ટ્રેન નંબર 16531 અજમેર-કેએસઆર બેંગ્લરુ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ ખોડિયાર-ચાંદલોડિયા-સાબરમતી (જેલ તરફ)-અમદાવાદના માર્ગે ચાલશે.
  9. 08 જાન્યુઆરીના રોજ વેરાવળથી ઊપડનારી ટ્રેન નંબર 12945 વેરાવળ-બનારસ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા બોટાદ-વિરમગામ-અમદાવાદના માર્ગે ચાલશે. આ ટ્રેન ધંધુકા, બાવળા અને સરખેજ સ્ટેશનો પર રોકાશે નહીં. આ ટ્રેનને સુરેન્દ્રનગર ગેટ અને વિરમગામ સ્ટેશન પર બે મિનિટનું વધારાનું રોકાણ આપવામાં આવ્યું છે.

સંપૂર્ણ કેન્સલ ટ્રેનોઃ

  1. 09 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી ટ્રેન નંબર 09369/09370 સાબરમતી-પાટણ-સાબરમતી ડેમૂ સ્પેશિયલ ટ્રેન કેન્સલ રહેશે.
  2. 10 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ટ્રેન નંબર 09573/09574 ગાંધીગ્રામ-બોટાદ-ગાંધીગ્રામ પેસેન્જર સ્પેશિયલ ટ્રેન કેન્સલ રહેશે.

આંશિક રૂપે કેન્સલ ટ્રેનોઃ

  1. 02 જાન્યુઆરીથી 09 જાન્યુઆરી સુધી દૌલતપુર ચોક થી ઊપડનારી ટ્રેન નંબર 19412 દોલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ખોડિયાર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (પૂર્ણ) થશે. સાબરમતી સ્ટેશને નહીં જાય.
  2. 10 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ સાબરમતી અને આબુ રોડ વચ્ચે કેન્સલ રહેશે.
  3. 09 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ આબુ રોડ અને સાબરમતી વચ્ચે કેન્સલ રહેશે.

યાત્રીઓને વિનંતી કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના રોકાણ, સંરચના અને સમય અંગે વિગતવાર જાણકારી માટે www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પર જઇને વધુ જાણકારી મેળવી શકાય.

આ પણ વાંચો… Hu kavita: હું એક કવિતા છું…..

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો