Trains diverted route: આ તમામ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

Trains diverted route: ગાંધીધામ-વિશાખાપટ્ટનમ અને ઓખા-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

અમદાવાદ, 23 ડિસેમ્બર: Trains diverted route: દક્ષિણ મધ્ય રેલ્વેના કાઝીપેટ-બલ્લારશાહ સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે, ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

  1. 07 જાન્યુઆરી 2024ના રોજ ગાંધીધામથી ચાલતી ટ્રેન નંબર 20804 ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ સુરત-બલ્લારશાહ-વિજયવાડા-વિશાખાપટ્ટનમને બદલે બદલાયેલા રૂટ પરથી વાયા નાગપુર-રાયપુર-ટીટીલાગઢ-રાયગઢ-વિજયનગરમ ના રસ્તે ચાલશે. આ ટ્રેન વર્ધા-ચંદ્રપુર-બલ્લારશાહ-સિરપુરકાગઝનગર-રામગુંડમ-વારંગલ-ખમ્મમ-વિજયવાડા-એલુરુ-રાજમંડરી- સામલકોટ -દુવવાડા સ્ટેશનો પર નહીં જાય.
  2. 04 અને 11 જાન્યુઆરી 2024ના રોજ વિશાખાપટ્ટનમથી ચાલતી ટ્રેન નંબર 20803 વિશાખાપટ્ટનમ-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ વિશાખાપટ્ટનમ-વિજયવાડા-બલ્લારશાહ-સુરત ને બદલે બદલાયેલા રૂટ પરથી વાયા વિજયનગરમ -રાયગઢ- ટીટીલાગઢ -રાયપુર-નાગપુરના રસ્તે ચાલશે. આ ટ્રેન દુવવાડા-સામલકોટ-રાજમંડરી-એલુરુ-વિજયવાડા-ખમ્મમ-વારંગલ-રામગુંડમ-સિરપુર કાગઝનગર- બલ્લારશાહ-ચંદ્રપુર-વર્ધા સ્ટેશનો પર નહીં જાય.
  3. 03 અને 10 જાન્યુઆરી 2024ના રોજ ઓખાથી દોડતી ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ સુરત-બડનેરા-બલ્લારશાહ-વિજયવાડા-વિશાખાપટ્ટનમ-ખુર્દા રોડને બદલે બદલાયેલ રૂટ નાગપુર-રાયપુર-ટીટીલાગઢ-રાયગઢ-વિજયનગરમ ના રસ્તે ચાલશે. આ ટ્રેન ચંદ્રપુર- બલ્લારશાહ-સિરપુરકાગઝનગર-મંચિર્યાલ-રામગુંડમ-વારંગલ-વિજયવાડા-એલુરુ-રાજમંડરી-સામલકોટ-અનાકાપલ્લી -વિશાખાપટ્ટનમ સ્ટેશનો પર નહીં જાય.
  4. 07 જાન્યુઆરી 2024ના રોજ પુરીથી દોડતી ટ્રેન નંબર 20819 પુરી-ઓખા એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ ખુર્દા રોડ-વિશાખાપટ્ટનમ-વિજયવાડા-બલ્હારશાહ-બડનેરા સુરત ના બદલે બદલાયેલા રૂટ વિજયનગરમ-રાયગઢ-ટીટીલાગઢ-રાયપુર-નાગપુર રસ્તે ચાલશે. આ ટ્રેન વિશાખાપટ્ટનમ- અનાકાપલ્લી-સામલકોટ-રાજમંડરી-એલુરુ-વિજયવાડા-વારંગલ-રામગુંડમ-મંચિર્યાલ-સિરપુર કાગઝનગર-બલ્લારશાહ-ચંદ્રપુર સ્ટેશનો પર નહીં જાય.

ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Guj Govt Decision: ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે ગુજરાતમાં પણ પી શકો છો દારૂ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો