Guj Govt Decision: ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે ગુજરાતમાં પણ પી શકો છો દારૂ

Guj Govt Decision: ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી-અધિકારી તેમજ ગિફ્ટ સિટીની અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને દારૂના સેવન માટે મુક્તિ આપવામાં આવી

અમદાવાદ, 22 ડિસેમ્બરઃ Guj Govt Decision: ગુજરાતના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત હવે ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી-અધિકારી તેમજ ગિફ્ટ સિટીની અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને દારૂના સેવન માટે મુક્તિ આપવામાં આવી છે.

ભૂપેંદ્ર સરકારના આ નિર્ણય પર વિપક્ષી પાર્ટીઓએ નિશાનો સાધ્યો છે. રાજ્ય કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, જે રાજ્યમાં દારૂની છૂટ અપાય છે, ત્યાં ક્રાઈમ રેટ વધે છે. દારૂના સેવનના કારણે પરિવાર પરેશાન થાય છે. હવે આબૂ નહીં જવું પડે ગિફ્ટ સિટીમાં દારૂ મળશે.

બીજી તરફ, આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ ‘X’ પર પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું છે કે, ગાંધીનગરમાં દારૂ પીવાની છૂટ. અમદાવાદમાં દારુ પીવો તો પોલીસ FIR કરશે. ભાજપના રાજમાં એક જ ગુજરાતમાં અનેક કાયદાઓ

આ પણ વાંચો… Skill Development Seminar: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે સ્કિલ ડેવલપમેન્ટ સેમિનાર

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો