WR GM Inspection Of Mahesana Bhildi Section

WR GM Inspection Of Mahesana-Bhildi Section: પશ્ચિમ રેલ્વે મહાપ્રબંધક દ્વારા મહેસાણા-ભીલડી સેક્શનનું નિરીક્ષણ

WR GM Inspection Of Mahesana-Bhildi Section: મિશ્રએ સ્ટેશન પર સલામતી અને સુરક્ષા, માળખાકીય સુવિધાઓ, મુસાફરોની સુવિધાઓ અને અન્ય વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું

અમદાવાદ, 07 જાન્યુઆરીઃ WR GM Inspection Of Mahesana-Bhildi Section: પશ્ચિમ રેલ્વે જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર 06 જાન્યુઆરીના રોજ અમદાવાદ મંડળના મહેસાણા-ભીલડી વિભાગનું નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન, મિશ્રએ સ્ટેશન પર સલામતી અને સુરક્ષા, માળખાકીય સુવિધાઓ, મુસાફરોની સુવિધાઓ અને અન્ય વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું.

જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રએ મહેસાણા-ભીલડી વચ્ચેના રેલ્વે ટ્રેક, લેવલ ક્રોસીંગ, મોટા અને નાના પુલ, પોઈન્ટ, સેક્શનમાં વળાંક, ક્રોસીંગ અને સેક્શનીંગનું સલામતી ધોરણો મુજબ સઘન નિરીક્ષણ કર્યું હતું. વિભાગમાં તેમણે સંબંધિત અધિકારીઓ સાથે સુરક્ષાના વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી.

તેમના નિરીક્ષણ દરમિયાન, જનરલ મેનેજરે અમૃત સ્ટેશન યોજના હેઠળ વિકસિત પાટણ અને ભીલડી સ્ટેશનના પુનઃવિકાસના કામો અને વિવિધ માળખાકીય કામોની સમીક્ષા કરી હતી અને સ્ટેશન પરની સ્વચ્છતાની સમીક્ષા કરી હતી. વિભાગની મધ્યમાં નવનિર્મિત બ્રિજ નંબર 100 નું સઘન નિરીક્ષણ કર્યું હતું.

આ નિરીક્ષણ દરમિયાન જનરલ મેનેજરની સાથે ડિવિઝનલ રેલ્વે મેનેજર અમદાવાદ સુધીર કુમાર શર્મા અને અમદાવાદ ડિવિઝનના રેલ્વે અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો… PM Modi On Aditya L-1: પ્રધાનમંત્રીએ આદિત્ય-એલ1ના સફળ પ્રક્ષેપણ પર ખુશી વ્યક્ત કરી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો