Hariprabodham yuva mahotsav

Hariprabodham yuva mahotsav: જેટલી ઓક્સીજનની જરૂર છે તેનાથી વધુ જરૂર સંત સમાગમની છે: ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજી

Hariprabodham yuva mahotsav: હરિપ્રબોધમ્‌ યુવા મહોત્સવના ઉપક્રમે નિઃશુલ્ક મેડીકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

Hariprabodham yuva mahotsav: કે ડી હોસ્પિટલ, અમદાવાદ અને દાળિયા આયુર્વેદિક કોલેજ, ખેડાના સહયોગથી આયુર્વેદિક, હોમિયોપેથીક અને એલોપથી મેડીકલ ચેક અપ કેમ્પને બહોળો પ્રતિસાદ

અમદાવાદ, 07 જાન્યુઆરી: Hariprabodham yuva mahotsav: સરદાર વલ્લભભાઈ પટેલ વોલન્ટરી બ્લડ સેન્ટરના સહયોગથી થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ અંતર્ગત ૩૭૫ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું. આત્મીય વિદ્યાધામ મંદિર – વિદ્યાનગરના પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવનસ્વામીજીના આશિષ અને સંતોના માર્ગદર્શન હેઠળ હજારો સ્વયમ સેવકોની સેવાના ફળસ્વરૂપે આજરોજ સાતમી જાન્યુઆરી, રવિવારે યોજાનાર હરિપ્રબોધમ્‌ યુવા મહોત્સવ અંતર્ગત શનિવાર, છઠ્ઠી જાન્યુઆરીના રોજ ઓગણજ સર્કલ પાસે આવેલ ગ્રાઉન્ડમાં મેડીકલ ચેક અપ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજીની ભાવના કે તન, મન, ધન અને આત્માથી સુખી થવા માટે સંત અને સત્સંગ અનિવાર્ય છે. જેટલી ઓક્સીજનની જરૂર છે તેનાથી વધુ જરૂર સંત સમાગમની છે. ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજીની આ ભાવનાને કેન્દ્રમાં રાખીને હરિપ્રબોધમ્‌ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંતોના માર્ગદર્શન અને યુવાનોના જીવન અનુભવોના માધ્યમથી ભક્તિપૂર્ણ જીવન જીવવાની સાચી દિશા પ્રાપ્ત થશે. મહોત્સવ અંતર્ગત અંગદાન સંકલ્પ અભિયાન, સ્વચ્છતા જાગૃતિ અને વૃક્ષારોપણ સંવર્ધન સંકલ્પ અભિયાનની સાથે મેડીકલ ચેક અપ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજના ઝડપી યુગમાં દોડધામભરી જીંદગીમાં તંદુરસ્તી અને મન્દુરસ્તીના જતન માટે નિરંતર સતર્ક રહીને નિયમિત મેડીકલ ચેક અપ ખૂબ જ જરુરી બન્યું છે. આ માટે હરિપ્રબોધમ્‌ પરિવાર દ્વારા કે ડી હોસ્પીટલ અને દાળિયા આયુર્વેદિક કોલેજના સહયોગથી નિ:શૂલ્ક મેડીકલ ચેક અપ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આયુર્વેદિક વિભાગમાં ડોક્ટર્સ દૂવારા નાડી પરિક્ષણ કરી પંચકર્મ અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. એલોપથી ડોક્ટર્સ દ્વારા હૃદય, કમર, હાડકાં, ફેફસા, કીડની, લીવર, શરદી, કફ, તાવ, એલર્જી, બાળરોગ, સ્ત્રીરોગ વગેરે તમામ પ્રકારના રોગ અંગેનું નિદાન કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મેડીકલ ચેક અપમાં આધુનિક મશીન દ્વારા બોડી એનાલિસિસની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી.

ખૂબ જ સુંદર આયોજન અને વ્યવસ્થાના ફળસ્વરૂપે બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. જેમાં ૬૫૦ વ્યક્તિઓએ એલોપેથિક તપાસ, ૩૫૦ વ્યક્તિઓએ આયુર્વેદિક તપાસ, ૫૦ વ્યક્તિઓએ હોમિયોપેથી તપાસનો લાભ લીધો હતો તથા ૪૦૩ વ્યક્તિઓએ બોડી કમ્પોઝીશન એનાલિસિસ કરાવ્યું હતું અને ૪૦૦ વ્યક્તિઓએ મશીન દ્વારા નાડી પરિક્ષણનો લાભ લઈને તબીબી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. તદુપરાંત થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે હરિપ્રબોધમ્‌ પરિવાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ વોલન્ટરી બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ અંતર્ગત ૩૭૫ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું.

Aditya L-1 Point Land: ઈસરોએ રચ્યો ઈતિહાસ, L1 પોઈન્ટ પર પહોંચ્યુ આદિત્ય

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો