WR GM Inspection of Palanpur Sabarmati Section 1

WR GM Inspection of Palanpur-Sabarmati Section: પશ્ચિમ રેલવે મહાપ્રબંધક દ્વારા પાલનપુર-સાબરમતી સેક્શનનું નિરીક્ષણ

WR GM Inspection of Palanpur-Sabarmati Section: મહાપ્રબંધક સાથે મંડળ રેલ પ્રબંધક અમદાવાદના સુધીરકુમાર શર્મા, વિવિધ વિભાગોના અધ્યક્ષો અને અમદાવાદ મંડળના બ્રાંચ ઓફિસર પણ હાજર હતા

અમદાવાદ, 27 ડિસેમ્બરઃ WR GM Inspection of Palanpur-Sabarmati Section: પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અશોક કુમાર મિશ્રએ આજે (27 ડિસેમ્બરના રોજ) અમદાવાદ મંડળના પાલનપુર-સાબરમતી સેક્શન અને સાબરમતી સ્ટેશન પર પુનર્વિકાસના કાર્યોનું નિરીક્ષણ કર્યું. એ દરમિયાન મિશ્રએ સુરક્ષા અને સંરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કાર્ય, સ્ટેશન પર યાત્રી સુવિધાઓનું તથા અન્ય વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું.

આ દરમિયાન મહાપ્રબંધક સાથે મંડળ રેલ પ્રબંધક અમદાવાદના સુધીરકુમાર શર્મા, વિવિધ વિભાગોના અધ્યક્ષો અને અમદાવાદ મંડળના બ્રાંચ ઓફિસર પણ હાજર હતા. મહાપ્રબંધક અશોક કુમાર મિશ્રએ પાલનપુરથી મહેસાણા વચ્ચે ડબલિંગ નિર્માણ કાર્યોનું નિરીક્ષણ કર્યું જેમાં રેલવે ટ્રેક, લેવલ ક્રોસિંગ, મહત્ત્વપૂર્ણ અને નાના બ્રિજ, સેક્શનમાં કર્વ્સ, ક્રોસિંગ અને સુરક્ષાના માપદંડો અનુસાર પાલનપુર-મહેસાણા સેક્શનનું નિરીક્ષણ કર્યું.

સેક્શનમાં એમણે સંબંધિત અધિકારીઓ સાથે વિવિધ સંરક્ષણ પાસાંઓ અંગે ચર્ચા કરી.પાલનપુર તેમ જ મહેસાણા રેલવે સ્ટેશન પર બુકિંગ કાઉન્ટર, ફુટ ઓવરબ્રિજ, પ્લેટફોર્મ સહિત વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યોનું નિરીક્ષણ કર્યું અને સ્ટેશન પર સ્વચ્છતાનું પણ નિરીક્ષણ કર્યું.

આ દરમિયાન મહાપ્રબંધકે અમૃત સ્ટેશન યોજના અંતર્ગત વિકસાવવામાં આવી રહેલા પાલનપુર અને મહેસાણા સ્ટેશનોના પુનર્વિકાસના કાર્યો જેમાં ઉચ્ચ સ્તરીય સુવિધાઓ મુસાફરોને મળશે તેનું પણ નિરીક્ષણ કર્યું. તે સાથે મહેસાણા સ્ટેશન પર તેમણે વડાપ્રધાન ભારતીય જન ઔષધિ કેન્દ્રનું પણ નિરીક્ષણ કર્યું.

સાબરમતી રેલવે સ્ટેશન પર મહાપ્રબંધક મિશ્ર દ્વારા સાબરમતી યાર્ડ રિમોડલિંગ કામ, પ્લેટફોર્મ 6 અને 7નું નિર્માણ કાર્ય, ફૂટ ઓવરબ્રિજ નિર્માણ સહિત વિવિધ સ્ટેશન રીડેવલપમેન્ટ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી અને ઇન્ટીગ્રેટેડ કોચિંગ ડેપો (ICD) સાબરમતીમાં ન્યૂ ટ્રેન સેટ મેઇન્ટેનન્સ શેડનું ઉદઘાટન મહાપ્રબંધક મિશ્રની હાજરીમાં ડેપોના અગ્રણી કર્મચારી દ્વારા કરવામાં આવ્યું.

આ પણ વાંચો… Hybrid Energy Park: વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્ક-હાઇબ્રિડ એનર્જી પાર્કની કામગીરી પ્રગતિ નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો