Dollor vs Rupee

Dollor v/s Rupee: શું થાય જો એક ડોલર ની સરખામણીમાં રૂપિયો ભારે પડે?: પૂજા પટેલ

“રૂપિયો ભારે બનાવો”(Dollor v/s Rupee)

Dollor v/s Rupee: Pooja Patel Chiki

Dollor v/s Rupee: શું થાય જો એક ડોલર ની સરખામણીમાં રૂપિયો ભારે પડે? લોકો જે ડોલર કમાવવા ઘેટાંના ટોળાની જેમ વિદેશ જવા તનતોડ મહેનત કરે છે, તે જ સ્વદેશમાં રહીને કરી શકે તો? આમ પણ વિદેશમાં ત્યાંના સ્થાનિક લોકો કરતાં ભારતીયોની સંખ્યામાં વધારો થતો જાય છે.
ડોલર ભારે હોવાનું મુખ્ય કારણ એ છે કે તેને સમર્થન આપવા માટે ઘણાં લોકોનો ફાળો રહ્યો છે. વિદેશ જવાની આંધળી દોટ – એ ડોલર ને ભારે નથી બનાવતો પણ રૂપિયાની કિંમતમાં ઘટાડો કરે છે.
રૂપિયો ભારે બની શકે છે જો દેશનાં પૈસા દેશમાં જ રહે! મતલબ કે ઓનલાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરીને ખરીદી ન કરતાં દુકાનોમાંથી ખરીદી કરીએ! બહારનાં ઠંડા પીણાની બદલે સ્વદેશી પીણાં અને સ્વદેશી આહાર અપનાવીએ! દરરોજ સવારે કસરત કરીએ તથા વહેલાં જગીએ! નાની નાની બાબતોમાં દવાખાને જવાની બદલે ઘરગથ્થુ નુસખા અને રોજિંદા જીવનમાં આયુર્વેદ અપનાવીએ! સમતોલ આહાર અને સાદું જીવન જીવવામાં આવે તો શું રૂપિયો ભારે ન બની શકે ડોલર સામે?
એવું ન બની શકે કે વિદેશી લોકો ભારતમાં શિક્ષણ લેવાં તથા કામ શોધવા આવે? શા માટે ભારતીઓ વિદેશ ભણવા માટે વધારે મહેનત કરે છે? એવું ન બની શકે કે ભારતમાં વિદેશી લોકો શિક્ષણ લેવા માટે આવે? જ્યારે નાલંદા યુનિવર્સિટી બની હતી ત્યારે તો દેશ દેશાવરથી લોકો શિક્ષણ લેવા માટે આવતાં હતાં. આજે ભારતનો મૂળ “યોગ” આખા જગમાં “યોગા” તરીકે અપનાવવામાં આવ્યો છે. વિદેશી લોકો ભારતીય રીતીરિવાજોથી લગ્નનગ્રંથિમાં જોડાય છે. ભારતની જ વસ્તુઓ – રસોડાના સામાનથી લઈને ખાટલા સુધી – વિદેશોમાં મોંઘા ભાવે વેચાય છે! ભારતમાંથી જ મરી મસાલાની નિકાસ કરવામાં આવે છે. ઈન્ડોનેશિયા દેશનાં ચલણી નોટો પર ગણપતિ બાપ્પા બિરાજમાન છે. ભારત માટે કહેવામાં આવે છે -” વિવિધતામાં એકતા”. તેમ છતાંય રૂપિયો ભારે હોવો જોઈએ એવું નથી લાગી રહ્યું?
શું ભારતમાં ન કમાઈ શકવાનાં કારણોમાં નીચેનાનો સમાવેશ થાય છે, જેને લીધે “ભારતમાં કશું રાખ્યું નથી, કમાણી તો વિદેશમાં જ!” એવો નારો બન્યો છે?
મોંઘવારી
ભ્રષ્ટાચાર
બેરોજગારી
વસતી વધારો
જ્યારે કારણ વગર મહિને મહિને દુધમાં ભાવવધારો થાય છે…. ત્યારે લોકો એકજૂથ થઈને એની સામે આંદોલન કરે તો મોંઘવારીમાં ટકવાની શક્યતા ન વધી શકે? જ્યારે કોઈ એક વ્યક્તિ વિરોધ કરે ત્યારે તેને સાથ આપીને ભ્રષ્ટાચાર સામે લડી ન શકીએ? “એક વ્યક્તિ કશું જ નથી કરી શકતો” આ વિચારધારા ને કારણે જ મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે કોઈ પગલાં નથી લેવામાં આવતાં. તેથી જ મોંઘવારી લગાતાર વધતી જાય છે. જો મોંઘવારી વધવા પર અંકુશ આવે, તો શું રૂપિયો ભારે ન બની શકે ડોલર સામે?
બીજી તરફ અમૂક લોકો પોતાની કળા કારીગરી વિકસિત કરવાની બદલે સોશિયલ મીડિયામાં ટાઇમપાસ કરે છે. આજની યુવાપેઢીમાં અમુક વિદ્યાર્થીઓ એવાં છે જેને ભણવામાં રસ નથી કે નથી કળા કારીગરીમાં રસ! રસ છે તો માત્ર લેક્ચર બંક કરીને દોસ્તો સાથે પાર્ટી કરવામાં, વારે તહેવારે ફાલતું ખર્ચા કરવામાં, કારણ વગર માત્ર દેખાડો કરવા માટે અવનવી ફેશન અપનાવવા અને સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવામાં! બેરોજગારી વધવાનું આ પણ એક કારણ છે. જો બેરોજગારી ઘટે, તો શું રૂપિયો ભારે ન બની શકે ડોલર સામે?
રૂપિયો તેની જગ્યાએ સ્થિત હોવાં છતાં ડોલરની સરખામણીમાં કેમ નાનો થતો જાય છે? એનાથી મોટો પ્રશ્ન એ છે કે, લોકો આંધળી દોટ મૂકીને વિદેશમાં વસવા માટે જાય છે, મોટે ભાગે આયાત કરતાં નિકાસ ભારતમાંથી વધુ થાય છે, ભારતનું ભણતર વિદેશ કરતાં વધારે અઘરું અને એક વ્યક્તિને સંપૂર્ણ કેળવણી આપી શકે એટલું મજબૂત છે, તો પછી રૂપિયો નાનો કેવી રીતે? અરે, મોટી મોટી સિસ્ટમ બનાવતી વખતે વપરાતી નાની નાની સ્ક્રુ – ખીલીથી લઈને મોબાઇલ/ લેપટોપના અમૂક્ સ્પેર પર્ટ્સ પણ ભારતમાં જ બનાવવામાં આવે છે. તેમ છતાંય લોકોનાં માનમાં વિદેશ જવાની સંખ્યામાં વધારો થાય છે!!?? રૂપિયો જો ડોલર સામે ભારે પડે તો શું થઈ શકે?
સવાલો ઘણાં બધાં છે, જેનાં જવાબ શોધવાની જરૂર છે અને તેને જીવનમાં જેટલું જલ્દી સમજાય તેટલું જલ્દી અમલમાં મૂકવાની જરૂર છે. ✍️પૂજા અનિલકુમાર પટેલ (ચીકી)

Kash: “કાશ” મે એ વ્યક્તિને સમયસર મનાવી લીધી હોત તો એ વ્યક્તિ મારી સાથે હોત..

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *