WR good train: પશ્ચિમ રેલ્વે દ્વારા વર્તમાન નાણાકીય વર્ષમાં 25 મિલિયન ટન માલ વહનના આંકડાને પાર કરવામાં આવ્યો

WR good train: મુંબઈ મંડળના બીડીયુ દ્વારા નંદુરબાર ગુડ્ઝ શેડમાંથી નવા ઉત્પાદન તરીકે ખાંડનું પરિવહન

અમદાવાદ , ૨૬ જુલાઈ: WR good train: પશ્ચિમ રેલ્વેની માલ અને પાર્સલ સ્પેશિયલ ટ્રેનો આવશ્યક ચીજવસ્તુઓના સપ્લાયને ચાલુ રાખવા માટે સતત દેશભરમાં ભ્રમણ કરી રહી છે. તે જ ક્રમમાં, વર્તમાન નાણાકીય વર્ષમાં પશ્ચિમ રેલ્વેએ 25 જુલાઈ, 2021 સુધીમાં 26.28 મિલિયન ટન લોડ કરીને 25 મિલિયન ટનનો નિર્ણાયક આંકડો પાર કર્યો છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ગાળામાં 20.42 મિલિયન ટન હતું. જે 28 ટકાનો વધારો છે, તે ખૂબ જ પ્રશંસનીય છે.

એ પણ ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલ્વેના મુંબઈ મંડળના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (WR good train) દ્વારા નંદુરબાર ગુડ્ઝ શેડથી પરિવહન માટે નવા ઉત્પાદન તરીકે ખાંડનું પરિવહન શરૂ કરાયું છે. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલના શક્તિશાળી નેતૃત્વ, કાર્યક્ષમ માર્ગદર્શન અને સતત દેખરેખને કારણે આ મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો…Pradhan Mantri Rozgar Yojana: સબિતા માણેક પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ મળેલી ધિરાણ સહાયથી જાતે આત્મ નિર્ભર બન્યા અને અન્યને રોજગારી આપી

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરવામાં આવેલ એક પ્રેસ રિલીઝ મુજબ, પશ્ચિમ રેલ્વેએ (WR good train) તેની 240 પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દ્વારા 90 હજાર ટનથી વધુ વજનનો માલ પરિવહન કર્યો છે, જેમાં મુખ્યત્વે કૃષિ પેદાશો, દવાઓ, તબીબી ઉપકરણો, માછલી, દૂધ વગેરે શામેલ છે. જેના દ્વારા લગભગ 30.69 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થઈ છે. આ સમયગાળા દરમિયાન, પશ્ચિમ રેલ્વે દ્વારા 40 હજાર ટનથી વધુ દૂધના પરિવહન સાથે 58 મિલ્ક સ્પેશિયલ ટ્રેનો દોડવામાં આવી હતી, અને વેગનનો 100% ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે, 70 COVID-19 પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી,

જેના દ્વારા લગભગ 12000 ટન આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આશરે 20,500 ટન વજનવાળા 42 ઇન્ડેન્ટ રેક્સ પણ 100% ઉપયોગ સાથે ચલાવવામાં આવ્યા હતા. ખેડૂતોને તેમના ઉત્પાદન અને આર્થિક તથા ઝડપી પરિવહન માટે નવા બજારો મળી શકે તે માટે જુદા જુદા મંડળોમાંથી આશરે 17,000 ટન જેટલું ભારણ ધરાવતી 70 કિસાન રેલ પણ આ સમયગાળા દરમિયાન ચલાવવામાં આવી હતી આ સમયગાળા દરમિયાન 1 એપ્રિલ, 2021 થી 25 જુલાઈ, 2021 સુધીમાં 26.28 મિલિયન ટન આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે માલ ગાડીઓના કુલ 94073 રેક ચલાવવામાં આવ્યા હતા. 25,410 ફ્રેટ ટ્રેનોને અન્ય ઝોનલ રેલ્વે સાથે બદલી કરવામાં આવી હતી, જેમાં વિવિધ ઇન્ટરચેંજ પોઇન્ટ પર 12,717 ટ્રેનોને હેન્ડઓવર કરવામાં આવી હતી અને 12,693 ટ્રેનોને ટેકઓવર આવી હતી.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

ઠાકુરે માહિતી આપતા કહ્યું કે મુંબઈ સેન્ટ્રલ મંડળની બીડીયુ ટીમના સતત માર્કેટિંગ પ્રયત્નોને લીધે તાજેતરમાં નંદુરબાર ગુડ્ડ શેડમાંથી દેશના દક્ષિણ ભાગોમાં નવા ટ્રાફિક તરીકે ખાંડ મોકલવામાં આવી હતી.બીઝનેસ ડેવલોપમેન્ટ યુનિટ (BDUs) રેલવે બોર્ડ દ્વારા શરૂ કરાયેલી પ્રોત્સાહક યોજનાઓ સાથે, હાલના અને સંભવિત નૂર ગ્રાહકો જોડે સતત સંપર્કમાં છે જેથી રેલવે દ્વારા તેમના માલની ઝડપી, વિશ્વસનીય, આર્થિક તથા જથ્થાબંધ પરિવહન માટે પ્રોત્સાહિત કરી શકે.