WR Will Build 4 Lane New Road Overhead Bridge: પશ્ચિમ રેલ્વે ઉધના-ઉકાઈ સોનગઢ સેક્શન પર 4 લેન નવો રોડ ઓવરહેડ બ્રિજ બનાવશે

WR Will Build 4 Lane New Road Overhead Bridge: નવો રોડ ઓવર બ્રિજ (આરઓબી)નું નિર્માણ ગુજરાત રાજ્ય સરકારની સાથે સહિયારા ધોરણે 109 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે

અમદાવાદ, 06 નવેમ્બરઃ WR Will Build 4 Lane New Road Overhead Bridge: પશ્ચિમ રેલવે દ્વારા રેલ અને રસ્તા ઉપયોગકર્તાઓની સુરક્ષાને વધારે સુનિશ્ચિત કરવા માટે લેવલ ક્રોસિંગ (એલસી) નંબર 24ના સ્થાન પર ચાર લેનનો રોડ ઓવર બ્રિજ (આરઓબી) બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે, જે પશ્ચિમ રેલવેના મુંબઇ સેન્ટ્રલ મંડળ પર ઉધના-ઉકાઇ સોનગઢ વિસ્તારમાં આવેલ છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જાહેર કરેલ એક પ્રેસનોટ અનુસાર, ભારતીય રેલે સુરક્ષા ઉપાય તરીકે આરઓબી/મર્યાદિત ઊંચાઇ ધરાવતા સબ-વે વગેરે આપીને લેવલ ક્રોસિંગને પૂરું કરવાનું કામ કર્યું છે. લેવલ ક્રોસિંગ નંબર 24ના બદલે નવા આરઓબીના નિર્માણથી એલસી બંધ થઇ જશે અને રસ્તા તથા રેલવે દ્વારા મુસાફરી કરનારાઓની સુરક્ષાની સુનિશ્ચિત બનશે.

આ સંભવિત નવો રોડ ઓવર બ્રિજ (આરઓબી)નું નિર્માણ ગુજરાત રાજ્ય સરકારની સાથે સહિયારા ધોરણે 109 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આરઓબી યાત્રીઓની સુરક્ષા નિશ્ચિત કરવાની સાથોસાથ રોડ વાહનવ્યવહારને પણ સુચારુ રૂપે અને પરેશાની મુક્ત અવરજવર થઇ શકે એ પણ ચોકસાઇ કરશે. આરઓબી રસ્તાની કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપશે અને આસપાસના વિસ્તારના લોકો માટે વરદાન રૂપ પુરવાર થશે.

આ પણ વાંચો… Delhi Pollution Update: વધતા પ્રદૂષણ વચ્ચે રાજધાનીમાં ફરી એકવાર ઑડ-ઈવન ફોર્મ્યુલા લાગુ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો