Philippine military plane crashes

Philippine military plane crashes: 85 લોકો લઈને જતું સેનાનું વિમાન થયું ક્રેશ, અત્યાર સુધીમાં 17 લોકોના થયા છે મોત

Philippine military plane crashes: રક્ષામંત્રાલયા જણાવ્યા અનુસાર આ વિમાનમાં ત્રણ પાયલટ અને ચાલક દળના સભ્યો સહિત કુલ 92 લોકો સવાર હતા

નવી દિલ્હી, 04 જુલાઇઃ Philippine military plane crashes: ફિલીપીનના એક દક્ષિણ વિસ્તારમાં સેનાના જવાનો લઈ જતાં વાયુસનેના વિમાન સી- 130 દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. જેના કારણે ઓછામાં ઓછા 17 લોકોના મોત થઈ ગયા છે અને વિમાનનો કાળમાળ બળીને ખાક થઈ ગયો છે. જો કે રાહતની વાત એ છે કે, તેમાંથી 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

રક્ષામંત્રાલયા જણાવ્યા અનુસાર આ વિમાનમાં ત્રણ પાયલટ અને ચાલક દળના સભ્યો સહિત કુલ 92 લોકો સવાર હતા. વિમાનમાં બાકીના તમામ સેનાના જવાનો હતાં.

આ તમામની વચ્ચે સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 40 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વિમાન C-130 હતું. તેના સળગતા કાળમાળમાંથી પણ 15 લોકોને બહાર કાઢ્યા છે.

આ વિમાન ક્રેશ થયુ ત્યારે સુલુ વિસ્તારમાં જોલો દ્વીપ પર ઉતરવાની કોશિશ કરી રહ્યુ હતું. આ મામલે હજૂ અન્ય જાણકારીની પણ રાહ છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Crocodiles: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તળાવમાંથી કાઢીને ખસેડવામાં આવ્યા 194 મગર, જાણો આ છે કારણ ?