nitin patel iuans

Ghandhinagar: નીતિનભાઇ પટેલે ગાંધીનગરના ચ રોડ ઉપર ચ-૨ અને ચ-૩ જંકશન પર અંડરપાસના નિર્માણના કામોની આપી મંજૂરી

Ghandhinagar: ગાંધીનગરમાં ચ રોડ પર આવેલ ચ-૨ અને ચ-૩ જંકશન પર ટ્રાફીક જામની સમસ્યાને હલ કરવા માટે અને ગાંધીનગરની સુંદરતામાં ઘટાડો ન થાય તે રીતે નવી ડીઝાઇનના બે અંડરપાસ નિર્માણને આપી મંજૂરી

અહેવાલ- દિલીપ ગજ્જર

ગાંધીનગર, 07 જુલાઇઃ Ghandhinagar: રાજ્યના નાગરિકોને જનસુખાકારી સાથે સાથે માળખાગત સવલતો પૂરી પાડવી એ જ નિર્ધાર સાથે રાજય સરકાર આગળ વધી રહી છે. ગાંધીનગરમાં ચ રોડ પર આવેલ ચ-૨ અને ચ-૩ જંકશન પર ટ્રાફીક જામની સમસ્યાને હલ કરવા માટે અને ગાંધીનગરની સુંદરતામાં ઘટાડો ન થાય તે રીતે નવી ડીઝાઇનના બે અંડરપાસ નિર્માણ ને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજે મંજૂરી આપવામા આવી છે.

નાયબ મુખ્યમંત્રીનીતિનભાઇ પટેલે કહ્યુ કે, રાજયના પાટનગર ગાંધીનગરનો આ “ચ” રોડ એ વિધાનસભા ,સચિવાલય, એસ.ટી.બસ સ્ટેન્ડ અને સીવિલ હોસ્પિટલ ગાંધીનગર તરફ જવા માટેનો મહત્વનો રોડ છે તેમજ સચિવાલય માટે આવતા નાગરિકો તથા કર્મચારીઓ ની અવર જવર સમયે ખૂબ જ ટ્રાફિકનુ ભારણ રહેતુ હોઈ ટ્રાફીકનુ ભારણ ઘટાડવા માટે આ બંન્ને જંકશન પર અંડરપાસની જરૂરિયાત હોઈ આ નિર્ણય કરાયો છે

તેમણે ઉમેર્યુ કે,આ બંન્ને અંડરપાસના નિર્માણ માટે ગાંધીનગર(Ghandhinagar) શહેરની ગ્રીન સીટી તરીકેની  ઓળખને અસર ન થાય તથા  ચ-૨ અને ચ-૩ જંકશન પર ટ્રાફીક જામ તથા અકસ્માતોના નિવારણ માટે નૂતન ડીઝાઇનના આ બે અંડરપાસ મંજૂર કરાયા છે, જેના કામો ટુક સમયમા શરૂ કરાશે. 

તેમણે ઉમેર્યુ કે, રૂ.૭૨.૮૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર આ બંને અંડરપાસ ૪૫૦ મીટર લંબાઇના બનશે. જેમાં મુખ્ય બ્રીજ ૧૦૦ મીટર તથા ૧૨૦૦ મીટર એપ્રોચ લંબાઇના નિર્મિત કરાશે. ઉપરાંત ૨ કિ.મી. લંબાઇનો સર્વિસ રોડ બનાવવાનું પણ આયોજન છે. આ અંડરપાસના નિર્માણથી શહેરની ટ્રાફીકની સમસ્યા હળવી થશે અને નાગરિકોના સમયની સાથે ઈધણની પણ બચત થશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Weather update: આ તારીખથી વરસાદનું ગુજરાતમાં આગમન, હવામાન વિભાગે કરી આગાહી