CM Bhupendra Patel

Gujarat received 9 awards in renewable energy sector: ગુજરાત પુનઃ પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે ગુજરાતને ૯ એવોર્ડ પ્રાપ્ત

Gujarat received 9 awards in renewable energy sector: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઊર્જા મંત્રી કનુભાઈ પટેલે આ સિદ્ધિ બદલ ઊર્જા વિભાગને આપ્યા અભિનંદન

  • સોલર રૂફટોપની સ્થાપિત ક્ષમતા ૧૯૨૫ મેગા વોટ સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે
  • ગુજરાત પવન ઊર્જા સ્થાપિત ક્ષમતામાં ૯૫૩૪ મેગા વોટ સાથે દેશમાં બીજા ક્રમે
  • સોલર ઊર્જાની સ્થાપિત ક્ષમતામાં ૭૯૭૩ મેગા વોટ સાથે બીજા ક્રમે

અહેવાલઃ દિલીપ ગજ્જર

ગાંધીનગર, 26 ઓગષ્ટઃ Gujarat received 9 awards in renewable energy sector: ગુજરાતે કલાઇમેટ ચેન્જ અને પુનઃ પ્રાપ્ય ઊર્જા સંદર્ભે અનેકવિધ નવતર આયામો હાથ ધરીને નવી નીતિઓ પણ બનાવી છે જેના પરિણામે ગુજરાતે હરીત ઊર્જા નિર્માણમાં હરણફાળ ભરી છે. રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને પરિણામે ગુજરાત પુનઃ પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયું છે. પુનઃ પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે ગુજરાતને ૯ એવોર્ડ પ્રાપ્ત થયા છે. આ એવોર્ડ તા.૨૭મી ઓગસ્ટના રોજ કેરળના કોચીન ખાતે નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા કેન્દ્રીય રાજ્ય મંત્રી ભગવંત ખુબાના હસ્તે એનાયત થશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ઊર્જા મંત્રી કનુભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ઊર્જા વિભાગે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરી છે તેના ફળ સ્વરૂપે આ એવોર્ડ ગુજરાતને પ્રાપ્ત થયા છે. મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીએ આ વિશેષ સિદ્ધિ બદલ ઊર્જા વિભાગને અભિનંદન પાઠવ્યા છે.

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, કલાઇમેટ ચેન્જ વિભાગ તથા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીના સંયુકત ઉપક્રમે ગુજરાત સરકારે સકારાત્મક પ્રજાલક્ષી ગ્રીન ઊર્જા નીતિ દ્વારા કરાયેલ ઉત્તમ કામગીરીને પરિણામે ગુજરાત હાલ પવન ઉર્જાની સ્થાપિત ક્ષમતા ૯૫૩૪ મેગા વોટ સાથે સંપૂર્ણ દેશમાં બીજા સ્થાને, સોલર ઉર્જાની સ્થાપિત ક્ષમતા ૭૯૭૩ મેગા વોટ સાથે બીજા ક્રમે જ્યારે સોલર રૂફટોપની સ્થાપિત ક્ષમતા ૧૯૨૫ મેગા વોટ સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.

આ પણ વાંચોઃ Khadi Utsav 2022: PM મોદીની હાજરીમાં સાબરમતી રીવરફ્રન્ટ પર 7500 મહિલાઓ એકસાથે ચરખો કાંતશે

ગુજરાતને પુનઃ પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે એસોસીએશન ઓફ રીન્યુએબલ એનર્જી ઓફ સ્ટેટ (AREAS) દ્વારા જે નવ (૯) એવોર્ડ એનાયત થવાના છે જેમાં (૧)ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીને વર્ષ ૨૦૨૧-૨૨ માટે દ્વિતિય ક્રમની સૌથી વધારે પુનઃ પ્રાપ્ય ઉર્જાની ‘સ્થાપિત ક્ષમતા’ માટે (૨) ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીને વર્ષ ૨૦૨૧-૨૨ માટે દ્વિતિય ક્રમની સૌથી વધારે પુનઃ પ્રાપ્ય પવન ઊર્જા સ્થાપિત ક્ષમતા માટે (૩) ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીને વર્ષ ૨૦૨૧-૨૨ માટે દ્વિતિય ક્રમની સૌથી વધારે પુનઃ પ્રાપ્ય ઊર્જા જનરેશન માટે (૪) ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીને વર્ષ ૨૦૨૧-૨૨ માટે દ્વિતિય ક્રમની સૌથી વધારે પુનઃ પ્રાપ્ય ઊર્જા કેપેસીટી એડીશન (ક્ષમતા વધારા) માટે (૫) ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીને વર્ષ ૨૦૨૧-૨૨ માટે દ્વિતિય ક્રમની સૌથી વધારે સૌર ઊર્જા ક્ષમતા વધારવા માટે (૬) ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીને વર્ષ ૨૦૨૧-૨૨ માટે પ્રથમ ક્રમની સૌથી વધારે પવન ઊર્જા વધારાની ક્ષમતા માટે (૭) મધ્ય ગુજરાત વિજ કંપની લી. ને વર્ષ ૨૦૨૧-૨૨ માટે દ્વિતિય ક્રમની સૌથી વધારે સૌર ઊર્જા ‘સ્થાપિત ક્ષમતા’ માટે (૮) મધ્ય ગુજરાત વિજ કંપની લી. ને વર્ષ ૨૦૨૧-૨૨ માટે દ્વિતિય ક્રમની સૌથી વધારે સૌર ઊર્જા વધારાની ક્ષમતા માટે (૯) ગુજરાત ઊર્જા ટ્રાંસમીશન કંપની લી. ને વર્ષ ૨૦૨૧-૨૨ માટે દ્વિતિય ક્રમની સૌથી વધારે ટ્રાંસમીશન ક્ષમતા અને ટ્રાંસમીશન લાઇન્સ માટે ગુજરાતની પસંદગી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Orders regarding Ganeshotsava festival: ગણેશોત્સવના તહેવારને લઇને પ્રતિબંધિત હુકમો જાહેર, વાંચો શું છે જાહેરાત

Gujarati banner 01