Gujarat SET Exam 2022

Gujarat SET Exam 2022: ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી પરીક્ષા માટે રજીસ્ટ્રેશન 29 ઓગસ્ટથી શરુ

Gujarat SET Exam 2022: પરીક્ષા 6 નવેમ્બર 2022 થી યોજાશે, જેની સમયમર્યાદા 3 કલાકની રહશે

ગાંધીનગર, 26 ઓગષ્ટઃ Gujarat SET Exam 2022: ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી પરીક્ષા માટે રજીસ્ટ્રેશન 29 ઓગસ્ટ 2022 થી શરૂ થશે. પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર 2022 સુધી છે. પરીક્ષા 6 નવેમ્બર 2022 થી યોજાશે. પરીક્ષાની સમયમર્યાદા 3 કલાકની હશે.

GSET

આ પણ વાંચોઃ Gujarat received 9 awards in renewable energy sector: ગુજરાત પુનઃ પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે ગુજરાતને ૯ એવોર્ડ પ્રાપ્ત

પેપર I ની પરીક્ષા એક કલાકની હશે. ગુજરાત સ્ટેટ એલિજિબિલિટીની પરીક્ષા સવારે 9.30 થી 10.30 વાગ્યા સુધી યોજાશે. ત્યારે પેપર II ની વાત કરીએ તો આ પરીક્ષા બે કલાક માટે હશે. ગુજરાત સ્ટેટ એલિજિબિલિટીની પરીક્ષા સવારે 10.30 થી બપોર 12.30 વાગ્યા સુધી હશે. ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી 25 વિષયોમાં આગિયાર કેન્દ્રો જેમ કે, વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત, પાટણ, ભાવનગર, વલ્લભ વિદ્યાનગર, જૂનાગઢ, ગોધરા, વલસાડ અને ભૂજમાં યોજવામાં આવશે.

માત્ર તે ઉમેદવાર ગુજરાત સ્ટેટ એલિજિબિલિટીમાં હાજર થવા માટે યોગ્ય છે જેમણે યુજીસી દ્વારા ઉલ્લેખિત માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષ અથવા સેમિસ્ટરને પૂર્ણ કર્યું છે/ અભ્યાસ કરી રહ્યા છે. જે ઉમેદવાર પરીક્ષા માટે અરજી કરવા ઇચ્છે છે, તેમણે જનરલ, જનરલ-EWS અને SEBC-નોન ક્રીમી લેયર ઉમેદવારો માટે અરજી ફી તરીકે 900 રૂપિયા ચૂકવવા પડશે. 700 અનુસુચિત જાતી/ અનુસુચિત જનજાતિ/ ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે અને 100 રૂપિયા વિકલાંગ ઉમેદવારોને આપવા પડશે. ઉમેદવારો તેની ચૂકવણી ક્રેડિટ કાર્ડ/ ડેબિટ કાર્ડ/ નેટ બેંકિંગ દ્વારા ઓનલાઈન મોડના માધ્યમથી કરી શકે છે.

આ પણ વાંચોઃ Khadi Utsav 2022: PM મોદીની હાજરીમાં સાબરમતી રીવરફ્રન્ટ પર 7500 મહિલાઓ એકસાથે ચરખો કાંતશે

Gujarati banner 01