4 Boys drowned

3 youths drowned: ઝાંઝરી ધોધમાં ન્હાવા પડેલા અમદાવાદ 3 યુવકોએ જીવ ગુમાવ્યો, વાંચો વિગત

3 youths drowned: અમદાવાદથી ઈદ મનાવવા આવેલા 3 યુવાનોના ડૂબી જવાથી શોકનું વાતાવરણ ફેલાઈ ગયું

અમદાવાદ, 06 મેઃ3 youths drowned: કહેવાય છે ને ઘણી વખત આપણી મજા બીજા માટે સજા બની જાય છે. તેવી જ ઘટના બાયડ તાલુકામાં આવેલ ઝાંઝરી ધોધ ખાતે બની છે. ધોધ એક કરતા વધુ વખત લોકો ડૂબી ગયાના સમાચાર સામે આવે છે. ત્યારે અમદાવાદથી ઈદ મનાવવા આવેલા 3 યુવાનોના ડૂબી જવાથી શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

અમદાવાદના યુવાનો તહેવારના દિવસે ઝાંઝરી ધોધમાં નાહવા માટે આવ્યા હતા. પરંતુ યુવકો ડૂબતા સ્થાનિક લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના પ્રયાસો નિષ્ફળ જતા આ ઘટનાની જાણ સ્થાનિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી અને તેમની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ Doors of kedarnath will open: આજથી ખૂલશે કેદારનાથનાં કપાટ, બે વર્ષ પછી ભક્તોને થશે મહાદેવના દર્શન

બાયડ મામલતદાર પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના બાપુનગરના આ યુવકો અહીં ફરવા આવ્યા હતા. જેમાંથી ઇસ્તિયા કમરૂભાઇ મન્સુરી, હસન ઇર્શાદભાઇ મન્સુરી અને ઇરફાન મન્સુરી વાત્રક નદીના ધોધમાં ન્હાવા પડ્યા હતા. ત્રણેય યુવકોની ઉંમર 20 થી 22 વર્ષની આસપાસ છે. આ અંગેની પ્રાથમિક વિગતો ડાભા ગામના સ્થાનિકો દ્વારા મળી હોવાનું પણ મામલતદારને જણાવવામાં આવ્યું હતું.

ઘટના બાદ સ્થાનિક ફાયર બ્રિગેડ તેમજ વિસ્તારના અનુભવી તરવૈયાઓએ યુવકોની નદીમાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મોડી રાત્રે નદીમાંથી એક યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 2 યુવકોની શોધખોળ ચાલુ હતી. નદી ઊંડી હોવાથી તાત્કાલિક બચાવ કામગીરી માટે એનડીઆરએફ ટીમને બોલાવવામાં આવી હતી અને શોધખોળ બાદ પણ કોઈ બચાવ કામગીરી સફળ થઈ ન હતી.

આ પણ વાંચોઃ Health Meditation Camp: સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની ૧૪મી બેઠક અંતર્ગત ત્રિ-દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનો પ્રારંભ

Gujarati banner 01