JITO Connect 2022

JITO Connect 2022: PM મોદી દુનિયાભરના જૈનોને જોડતાં સંગઠનને કર્યુ સંબોધિત, જુઓ વીડિયો

JITO Connect 2022: જૈન આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંગઠન દ્વારા આયોજિત આ મંચ વિભિન્ન ક્ષેત્રોમાં કામ કરતા યુવા વ્યવસાયિકોને એક સાથે લાવશે

નવી દિલ્હી, 06 મેઃ JITO Connect 2022: જૈન આંતરરાષ્ટ્રી વ્યાપાર સંગઠન (JITO Connect 2022) એ દુનિયાભરના જૈનોને જોડનારૂં એક વૈશ્વિક સંગઠન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘જીતો કનેક્ટ 2022’ના પુણે ખાતે યોજાનારા ત્રિદિવસીય કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રને આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કર્યુ છે. આ કાર્યક્રમ આજે એટલે કે, શુક્રવારે સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાઇ. 

આ અંગેની જાણકારી આપતી ટ્વિટમાં વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, 6 મેના રોજ સવારે ‘જીતો કનેક્ટ 2022’ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરીશ. જૈન આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંગઠન દ્વારા આયોજિત આ મંચ વિભિન્ન ક્ષેત્રોમાં કામ કરતા યુવા વ્યવસાયિકોને એક સાથે લાવશે. 

આ પણ વાંચોઃ Doors of kedarnath will open: આજથી ખૂલશે કેદારનાથનાં કપાટ, બે વર્ષ પછી ભક્તોને થશે મહાદેવના દર્શન

જૈન આંતરરાષ્ટ્રી વ્યાપાર સંગઠન (JITO Connect 2022) એ દુનિયાભરના જૈનોને જોડનારૂં એક વૈશ્વિક સંગઠન છે. જીતો કનેક્ટ એ આંતરિક નેટવર્કિંગ અને વ્યક્તિગત વાતચીત માટે અવસર પ્રદાન કરવા ઉપરાંત વ્યાપાર તથા ઉદ્યોગ જગતની મદદ કરવા માટેનો એક પ્રયત્ન છે. 

પુણેના ગંગાધામ એનેક્સ ખાતે તા. 6 થી 8 મે દરમિયાન ‘જીતો કનેક્ટ 2022’નું આયોજન થઈ રહ્યું છે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં વ્યાપાર તથા અર્થતંત્ર સાથે સંબંધિત અનેક મુદ્દાઓ અંગેના સત્રનો સમાવેશ કરવામાં આવેલો છે. 

આ પણ વાંચોઃ 3 youths drowned: ઝાંઝરી ધોધમાં ન્હાવા પડેલા અમદાવાદ 3 યુવકોએ જીવ ગુમાવ્યો, વાંચો વિગત

Gujarati banner 01