300 year old Garbi

300 year old Garbi: 300 વર્ષ જૂની ગરબી, સાંસદે પુનમબેને ગાયા છંદ અને ઈશ્વર વિવાહ…

300 year old Garbi: જામનગરના સાંસદ પૂનમબેન માડમે મોડી રાત્રે સુધી છંદ ગાય અને માતાજીની આરાધના કરી

જામનગર, 03 ઓક્ટોબર: 300 year old Garbi: જામનગરના જલાની જાર વિસ્તારમાં રાજાશાહી સમય ની 300 વર્ષ જૂની પ્રાચીન ગરીબીનું વિશેષ મહત્વ છે, અહીં દૂર દૂર થી લોકો ગરબી જોવા આવે છે.

માત્ર ભાઈઓ જ આ ગરીબીમાં ભાગ લે છે અને તેમાં પણ પીતાંબર, ધોતીયું પહેરી ને જ રમવાનું ફરજીયાત છે…

78d1f267 2b68 4971 a624 e9792e3f3629

આ પણ વાંચોઃ Men plays garba wearing ghaghra: ગુજરાતના આ ગામમાં પુરુષો ઘાઘરો પહેરી કરે છે ગરબા, જાણો શું છે આ અનોખી પરંપરા?

જામનગરની રાજાશાહી સમયની 300 વર્ષ જૂની આ જલાની જારની ગરબીમાં મહાનુભાવો પણ ભક્તિ રસમાં રંગાયા હતા. જામનગરના સાંસદ પૂનમબેન માડમે મોડી રાત્રે સુધી છંદ ગાય અને માતાજીની આરાધના કરી હતી તો પૂર્વ મંત્રી અને ધારાસભ્ય આર.સી. ફળદુએ પીતાંબર પહેરી અને ભાઈઓ સાથે ઈશ્વર વિવાહમાં ભાગ લીધો હતો.

આ તકે જામનગર શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા તેમજ સ્થાનિક કોર્પોરેટરો અને ઈશ્વર વિવાહના આયોજકો બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ પણ વાંચોઃ IND vs SA 2nd T20I: ભારત અને દક્ષિણ આફ્રિકામાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી, રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.