flight

Plane Bomb Threat: ભારતીય એરસ્પેસમાં ઈરાનના વિમાનમાં બોમ્બની ખબર, વાયુસેનાએ લીધુ મોટુ એક્શન

Plane Bomb Threat: એજનાસીઓને મળેલા ઈનપુટ મુજબ વિમાનમાં બોમ્બની ખબર હતી. ત્યારબાદ બધા અલર્ટ થઈ ગયા અને વિમાનને દિલ્હીમાં લેન્ડ કરવાની મંજૂરી આપવામાં ન આવી

નવી દિલ્હી, 03 ઓક્ટોબરઃ Plane Bomb Threat: ઈરાનથી ચીન જઈ રહેલા એક વિમાનમાં બોમ્બની ધમકી બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ અલર્ટ થઈ ગઈ. વિમાનની નિગરાણી માટે એરફોર્સના ફાઈટર વિમાનોએ તરત જ ઉડાણ ભરી. મહાન એરલાઈન્સનું આ વિમાન દિલ્હીના એરસ્પેસમાં ઘૂસી આવ્યું હતું. સૂત્રોના જણાવ્યાં મુજબ સુરક્ષા એજનાસીઓને મળેલા ઈનપુટ મુજબ વિમાનમાં બોમ્બની ખબર હતી. ત્યારબાદ બધા અલર્ટ થઈ ગયા અને વિમાનને દિલ્હીમાં લેન્ડ કરવાની મંજૂરી આપવામાં ન આવી. 

આ વિમાન ચીન જઈ રહ્યું હતું. ઈન્ડિયન એર  ટ્રાફિક કંટ્રોલે વિમાન સાથે અલર્ટ શેર કર્યું હતું. ત્યારે આ વિમાન ભારતીય એરસ્પેસમાં હતું. ત્યારબાદ વિમાનને ઈન્ટરસેપ્ટ કરવા માટે ભારતીય એરફોર્સના Su-30MKI ફાઈટર જેટ્સે પંજાબ અને જોધપુર એરબેસથી ઉડાણ ભરી. જો કે બોમ્બની ધમકીની પ્રકૃતિ અને ઈરાની એરલાઈનનું નામ હજુ સામે આવ્યું નથી. છેલ્લે મળતી માહિતી મુજબ તપાસ બાદ વિમાન ચીન તરફ જતું રહ્યું. તે ભારતીય એરસ્પેસથી પસાર થયું ત્યાં સુધી તપાસ એજન્સીઓએ તેના પર બાજ નજર રાખી. 

આ પણ વાંચોઃ 300 year old Garbi: 300 વર્ષ જૂની ગરબી, સાંસદે પુનમબેને ગાયા છંદ અને ઈશ્વર વિવાહ…

એર ટ્રાફિક કંટ્રોલના જણાવ્યાં મુજબ તેહરાનથી આવી રહેલા વિમાનને ચીના ગુઆંગઝોમાં લેન્ડ થવાનું હતું. મહાન એરે દિલ્હી એરપોર્ટ એટીસીને બોમ્બની ધમકી મળ્યા બાદ તરત લેન્ડિંગ માટે સંપર્ક કર્યો પરંતુ દિલ્હી એટીએસએ વિમાનને જયપુરમાં લેન્ડ કરવાનું કહ્યું. વિમાનના પાઈલટે ના પાડી દીધી અને ઈન્ડિયન એરસ્પેસ છોડી દીધો. 

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.