student family meet

35 students from Surat district return from Ukraine: સુરત જિલ્લાના ૩૫ વિદ્યાર્થીઓની યુક્રેનથી સુખદ વતન વાપસી

35 students from Surat district return from Ukraine: સહીસલામત માદરેવતન પહોંચતા વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો

વાલીઓએ હર્ષાશ્રુ સાથે હર્ષ મીઠાઈ વહેંચી: જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ પુચ્છગુચ્છ આપી સ્વાગત કર્યું

અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, 02 માર્ચ:
35 students from Surat district return from Ukraine; રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલી યુદ્ધની વિકટ સ્થિતિ વચ્ચે ભારતના વિદ્યાર્થીઓ, નાગરિકોને હેમખેમ વતન લાવવા માટે ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ અંતર્ગત આજરોજ સુરતના ૩૫ વિદ્યાર્થીઓની વતનવાપસી થઈ હતી. સંતાનો સાથે સુખદ મિલન થતા પરિવારના સભ્યોએ હર્ષના આંસુઓ સાથે મીઠાઈ વહેચીને સરકારનો આભાર માન્યો હતો.

35 students from Surat district return from Ukraine

અમદાવાદ ખાતેથી બસ મારફતે સુરત સરકીટ હાઉસ ખાતે સાંજે ૪.૪૫ વાગે આવી પહોચેલા વિદ્યાર્થીઓનું જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સર્વ નાયબ કલેકટર (પ્રોટોકોલ) અનિલ ગોસ્વામી, જમીન સુધારણાના નાયબ કલેકટર એમ.એમ. પટેલ, ડિઝાસ્ટર મામલતદાર કે.એમ.ઢિમર, અડાજણ મામલતદાર કલ્પનાબને પટેલે પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું.

ભારત સરકારના ઓપરેશન ગંગા હેઠળ પોતાના ૨૩મા જન્મદિવસે માદરે વતન પહોંચતો સુરતનો પ્રશાંત ટાંક

35 students from Surat district return from Ukraine
૧૫ કિ.મી. અંતર ચાલીને કાપ્યું છતાં ઘરે પરત ફરવાની આશામાં થાક ન લાગ્યો: પ્રશાંત ટાંક

યુક્રેનની ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં MBBSના છેલ્લા વર્ષનો વિદ્યાર્થી અને સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા પ્રશાંત ટાંક પોતાના ૨૩મા જન્મદિવસે સ્વગૃહે સુરક્ષિત આવી પહોચતા પરિવારમાં આનંદની લાગણી પ્રસરી હતી. પ્રશાંતે પોતાની આપવિતી જણાવતા કહ્યું હતું, “યુક્રેનમાં અચાનક ફાટી નીકળેલી યુદ્ધની પરિસ્થિતિથી ભયનો માહોલ સર્જાયો હતો. શહેરમા સતત યુદ્ધ ચેતવણીની સાયરન વાગતી હતી. ભારતીય દુત્તાવાસ તરફથી મળતી સુચના મુજબ યુક્રેનની સરહદ વટાવવી આવશ્યક હતી, જેથી અમે સૌ જરૂરી સામાન લઈ આશરે ૧૫ કિમીનું અંતર પગપાળા કાપ્યું હતું.

પરંતુ ઘરે પરત ફરવાની આશામાં થાક અનુભવાયો ન હતો. અંતે પોલેન્ડની શેની સરહદથી ભારતમાં સ્થિતત યુક્રેનના રાજદૂત અને યુક્રેન સ્થિનત ભારતના રાજદૂતના પરસ્પડર સહયોગથી ‘ઓપરેશન ગંગા’ અન્વ યે એર ઇન્ડિ‍યાની ખાસ ફલાઇટ દ્વારા સહીસલામત મુંબઈ અને ત્યાંથી ખાસ વાહનમાં સુરત આવી શક્યા છીએ, જેનો ખુબ આંનંદ છે.’ વધુમાં પ્રશાંતે સહીસલામત વતનવાપસી થતાં જન્મદિનની ખુશી વ્યક્ત કરતા ભારત અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.

35 students from Surat district return from Ukraine
ભારત સરકાર અને પોલેન્ડવાસીઓના આભારી છીએઃ મૌલિક પેથાણી

યુક્રેનમાં તબીબીક્ષેત્રે MBBS ના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા મૌલિક પેથાણીએ જણાવ્યું હતું કે, યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે ખાનગી વાહનોમાં ૩૦ થી ૪૦ કિ.મી. ચાલીને પોલેન્ડની બોર્ડર પહોચ્યા હતા. પોલેન્ડની હદમાં પ્રવેશવા માટે ખૂબ જ ભીડભાડ હોવાથી તંબુ તાણીને કડકડતી ઠંડીમાં ચારથી પાંચ દિવસ પસાર કર્યા. પોલેન્ડમાં પ્રવેશતા પોલેન્ડવાસીઓ તથા ઈન્ડિયન એમ્બેસીએ ખાવા-પીવા સહિતની તમામ વ્યવસ્થા કરી હતી. કપરી પરિસ્થિતિ વચ્ચે ભારત સરકાર દ્વારા અમોને હેમખેમ વિમાનમાર્ગે દિલ્હી લાવવામાં આવ્યા અને ગુજરાત સરકાર દ્વારા દિલ્હીથી અમારા શહેર સુધી લાવવા સુધીની કરેલી મદદ કયારેય ભૂલાશે નહીં. સુરક્ષિત વતનમાં લાવવા બદલ મૌલિક તથા તેમના પરિવારજનોએ સરકારનો આભાર માન્યો હતો.


કેન્દ્ર સરકારના ઈન્ડિયન એમ્બેસી સાથેના સતત પ્રયાસોથી અમે ભારત હેમખેમ પરત ફર્યા છીએ:ક્રિષા માંગુકીયા

35 students from Surat district return from Ukraine
કેન્દ્ર સરકારના ઈન્ડિયન એમ્બેસી સાથેના સતત પ્રયાસોથી અમે ભારત હેમખેમ પરત ફર્યા છીએ:ક્રિષા માંગુકીયા

યુક્રેનથી સુરત પરત ફરેલી ક્રિષા માંગુકીયાએ કહ્યું હતું કે, હું યુક્રેન ટેર્નોપિલ શહેરમાં આવેલી ટેર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં MBBS નો અભ્યાસ કરૂ છું. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતાં ભયના માહોલ વચ્ચે ભારત પરત ફરવા ખુબ પ્રયાસો કર્યા. સુરતમાં રહેતાં માતાપિતા ખુબ ચિંતિત હતાં. આજે માતાપિતા અને પરિવારને મળતાં મારી ખુશીનો પાર નથી.

ધુમાં ક્રિષાએ જણાવ્યું કે, યુદ્ધના માહોલમાં ફસાઈ જતા એક સમય એવું લાગ્યું કે, ભારતમાં જીવિત પરત ફરીશું કે નહિ..? યુદ્ધની પરિસ્થિતિમાં ભારતીય દુતાવાસ દ્વારા સિટી છોડવા માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો. જેથી બસ દ્વારા અમે બોર્ડર પર પહોચ્યાં, પરંતુ ત્યાં ભારતીય વિદ્યાર્થીઓને લાઇનમાં ઉભા રહીને આગળ જવા માટે યુક્રેનની આર્મી દ્વારા સુચના આપવામાં આવતી હતી. તમામ વિદ્યાર્થીઓએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. અમે ૨૦ કિ.મી ચાલીને બોર્ડર પર જઇ ઇન્ડિયન એમ્બેસીને જાણ કરતા એમણે સહાય કરી હતી. જેથી અમે સુરક્ષિત વતન પરત ફર્યા છીએ. કેન્દ્ર અને રાજ્ય સરકારે મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે અણીના સમયે મદદ મોકલીને ભારત આવવાની ખાસ વ્યવસ્થા કરી હતી. જે બદલ તેમણે સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

35 students from Surat district return from Ukraine
ભારત સરકાર અને ભારતીય દુતાવાસની મદદ વિના પરત આવવું શક્ય નહોતું: પાર્થ ડાયમા

યુક્રેનમાં એક અઠવાડિયાથી ચાલી રહેલા યુદ્ધગ્રસ્ત માહોલમાંથી સુરત પરત ફરેલા પાર્થ ડાયમાએ જણાવ્યું હતું કે, હું યુક્રેનમાં ટર્નોપિલ શહેરમાં આવેલી ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં તબીબી અભ્યાસ કરૂ છું. અમે છેલ્લા ૧૦ દિવસથી યુદ્ધગ્રસ્ત માહોલમાં ફસાયેલા હતા. આખરે હેમખેમ ભારત પરત ફરીને પરિવારજનોને મળવાનો અતિ આનંદ છે. અમે યુક્રેનથી તા.૨૪મી ફેબ્રુ.એ બસ મારફતે નીકળ્યા હતા. બોર્ડર પર ઘણી લાંબી લાઈન હોવાથી અમારે ૨૫-૩૦ કિલોમીટર જેટલું ચાલીને જવું પડ્યું હતું. યુક્રેનની બે બોર્ડર પર ઘણી લાંબી લાઈન હોવાથી આગળ જવા મળ્યું નહોતું. ત્યાં અમારા બે-ત્રણ મિત્રો બેભાન થતા તેમને તબીબી સારવાર આપવામાં આવી હતી.

પાર્થે વધુમાં જણાવ્યું કે, આ બોર્ડર પર ત્રણ ચાર દિવસ સુધી નીકળવાની સ્થિતિ ન હોવાથી પરત ફરીને ભારતીય દુતાવાસ દ્વારા કરવામાં આવેલી સગવડથી બોર્ડર પાર કરી પોલેન્ડમાં પ્રવેશ મળ્યો હતો. આ વિકટ પરિસ્થિતિમાં ભારત સરકાર અને દુતાવાસ તરફથી કરવામાં આવેલી મદદ વિના પરત આવવું મુશ્કેલ હતું. જે બદલ તેમણે હૃદયપૂર્વક ભારત સરકારનો આભાર વ્યકત કર્યો હતો.


યુદ્ધની તણાવગ્રસ્ત પરિસ્થિતિમાંથી સુખરૂપ વતન પાછા ફરતા સુરતના સગા ભાઈ-બહેન

35 students from Surat district return from Ukraine
અમારો સમગ્ર પ્રવાસ સરકારની દેખરેખ હેઠળ પૂર્ણ થયો: છેક સુધી સરકારની સહાય મળતાં પરિવારને સુખદ મિલન શક્ય બન્યું: ક્રિષા ગોયાણી

યુક્રેનમાં યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતના અન્ય રાજ્યો સહિત ગુજરાતના વિદ્યાર્થીઓને ભારત સરકારની મદદથી ખાસ ફ્લાઈટ દ્વારા હેમખેમ વતન પરત લાવવામાં આવ્યાં હતાં. સુરતના સગા ભાઈ-બહેન ધ્રુવિલ અને ક્રિષા ગોયાણી એકસાથે સુખરૂપ વતન પાછા ફર્યા હતાં. ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં MBBS નો અભ્યાસ કરતી અને યુક્રેનથી સુરત પરત આવેલી ૧૯ વર્ષીય ક્રિષા ગોયાણીએ જણાવ્યું કે, યુદ્ધની શરૂઆત થતા અમે વિકટ પરિસ્થિતિમાં ફસાઈ ગયા હતા.

યુક્રેનમાં ભારતીય એમ્બેસીમાંથી યુક્રેન છોડવાની સુચના અમને આપવામાં આવતા પહેલા ૩૦૦-૪૦૦ કિ.મિ. દૂર શેની બોર્ડેર સુધી પહોંચ્યા હતા. જ્યાં માહોલ ખૂબ જ તંગ હતો, અને રાત્રે માઈનસ ૧૦ ડિગ્રીની ઠંડીમાં અમે રાત પસાર કરી પોલેન્ડ બોર્ડર સુધી ૩૦-૩૫ કિ.મી ચાલતા જવાની નોબત આવી હતી. પોલેન્ડ બોર્ડર પહોચતા અમને પોલેન્ડમાં ભારતીય એમ્બેસી દ્વારા ઉમદા સાથ-સહકાર પ્રાપ્ત થયો હતો.

35 students from Surat district return from Ukraine

તેમણે વધુમાં જણાવ્યું કે, મારી સાથે મારો ભાઈ ધ્રુવિલ પણ હતો. પરિવારના ૨ સંતાન મુસીબતમાં હોવાથી અમારો પરિવાર ચિંતાગ્રસ્ત હતો. શેની બોર્ડર પર ભારતીય વિદ્યાથીઓ સાથે અશોભનીય વર્તન કરવામાં આવતું હતું., ત્યારે ભારત સરકારના અધિકારીઓ સાથે વાત કરતા અમને ત્યાંથી આગળ આવવા પરમિશન મળી હતી. અમારો સમગ્ર પ્રવાસ સરકારની દેખરેખ હેઠળ પૂર્ણ થયો છે, અને અમે આજે પરિવારજનોને મળતા આનંદની લાગણી અનુભવીએ છે. સુરક્ષિત રીતે અમે વતનમાં પાછા લાવવા બદલ હું ભારત સરકારની આભારી છું.

આ પણ વાંચો…Budget highlights: ગુજરાતભરમાં પાણી પહોંચાડવા બજેટમાં ખાસ જોગવાઈ, વાંચો બજેટ વિશેની તમામ માહિતી

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *