807d9fa4 81b0 4f52 bb06 1095d950e0ba

Photo exhibition: મુખ્યમંત્રીના હસ્તે વિજેતા ફોટોગ્રાફર્સને ઈનામો એનાયત, રવિશંકર આર્ટ ગેલેરી ખાતે ‘ફોટો પ્રદર્શન’ ૨૮ ઓગષ્ટ સુધી ખુલ્લું રહેશે

Photo exhibition: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદની રવિશંકર આર્ટ ગેલેરી ખાતે ફોટો જર્નાલિસ્ટ એસોશીએશન આયોજિત ‘ફોટો પ્રદર્શન’ ખુલ્લું મુક્યું હતું

અમદાવાદ, 23 ઓગષ્ટઃ Photo exhibition: વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણીના ઉપલક્ષ્યમાં ફોટો જર્નાલિસ્ટ એસોશીએશન આયોજિત ‘ફોટો પ્રદર્શન’માં ૧૬૦ જેટલી સુંદર અને અલભ્ય તસ્વીરો પ્રદર્શિત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ તસ્વીરો અત્યંત રસપૂર્વક નિહાળી હતી. કેમેરાના માધ્યમથી કચકડે કંડારાયેલી અનેક તસ્વીરી યાદગાર ક્ષણોને મુખ્યમંએ બિરદાવીને તસ્વીરકારોને અભિનંદન પણ આપ્યા હતા

Photo exhibition

લગભગ ૩૦ વર્ષ પહેલાં સ્થપાયેલા ફોટો જર્નાલિસ્ટ એસોશીએશનના ૩૧ સભ્યો દ્વારા કોરોના કાળથી અત્યાર સુધીમાં કેમેરામાં કંડારાયેલી બેનમૂન તસ્વીરો આ ફોટો પ્રદર્શનમાં પ્રદર્શિત કરાઈ છે. પ્રાકૃતિક સૌંદર્ય, રીત-રિવાજ તથા માનવીય સંવેદના ઉપરાંત કોરોના કાળમાં સરકાર દ્વારા ઉપલબ્ધ કરાયેલી ટેસ્ટીંગથી માંડી અન્ય સુવિધાઓને ઉજાગર કરતી વિવિધ બાબતોને ફોટોકર્મીઓ દ્વારા કેમેરામાં કંડારવામાં આવી છે તે પૈકીની શ્રેષ્ઠ તસ્વીરો આ પ્રદર્શનમાં પ્રદર્શિત થઇ છે

આ પણ વાંચોઃ Sonali phogat pass away: BJP નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકથી નિધન
શ્રેષ્ઠ તસ્વીરો પૈકી પ્રથમ, બીજા અને ત્રીજા એમ અનુક્રમે અમીતભાઈ દવે, શૈલેષ સોલંકી અને ધવલ ભરવાડને તથા ૧૦ કોન્સોલેશન પ્રાઈઝ મેળવનાર તસ્વીરકારોને મુખ્યમંત્રીના હસ્તે ઈનામ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન જાહેર જનતા માટે તા ૨૮ ઓગષ્ટ સુધી સવારે ૧૧ થી રાત્રે ૮ સુધી ખુલ્લું રહેશે.

c44e1595 55ed 4b14 bc3e 5f268825f4fd


આ ફોટો પ્રદર્શન પ્રારંભ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષ બારોટ, ભાજપાના શહેર પ્રમુખ અમીતભાઈ શાહ, ધારાસભ્ય રાકેશભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Government approves Talati’s demand: તલાટી મંડળની હડતાલનો આવ્યો અંત, રાજ્ય સરકારે તેમની વિવિધ માંગ સ્વીકારી

Gujarati banner 01