45 students infected corona in gujarat: રાજ્યમાં ફરી વધી કોરોનાની દેહશત, નેશનલ લો યુનિવર્સિટીના 45 વિદ્યાર્થી કોરોના સંક્રમિત

45 students infected corona in gujarat: નેશનલ લો યુનિવર્સિટીના 45 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, સમગ્ર સ્ટાફનો કરાશે કોરોના ટેસ્ટ

ગાંધીનગર, ૧૧ એપ્રિલ: 45 students infected corona in gujarat: રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. દરઅસલ ગાંધીનગર નેશનલ લૉ યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયો છે. અહીં દિવસ જાય તેમ અન્ય નવા કેસ સામે આવી રહ્યા છે. ફરી એકવાર નેશનલ લૉ યુનિવર્સિટીમાં 45 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ (45 students infected corona in gujarat) આવ્યા હોવાનું સામે આવ્યું છે. તમામ સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. વધતા કેસને પગલે હવે સમગ્ર સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાશે.

અગાઉ 33 વિદ્યાર્થીઓ આવ્યા હતા પોઝિટીવ

45 students infected corona in gujarat: મહત્વનું છે કે આ પહેલા 9 એપ્રિલે 18 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવ્યા હતા તો તે અગાઉ પણ 15 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવતા કુલ આંક 33એ પહોંચ્યો હતો. કુલ 33 વિદ્યાર્થીઓ પોઝિટવ આવતા અન્ય 167 વિદ્યાર્થીઓના સેમ્પલનું પરિક્ષણ કરાયું હતું. એક સાથે આટલા બધા કેસ નોંધાતા વાલીઓ પણ ચિંતામાં મુકાયા હતા. તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં 10 એપ્રિલે કોરોનાના કેસ

45 students infected corona in gujarat: ગુજરાતમાં 10 એપ્રિલે કોરોનાના નવા 22 કેસ નોંધાયા હતા. ગાંધીનગર શહેરમાં 10, અમદાવાદ શહેરમાં 07 અને વડોદરા કોર્પોરેશનમાં 05 નવા કેસ મળીને કુલ 22 કેસ નોંધાયા હતા. રાજયભરમાં 7 દદીઓ સાજા થયા હતા.  ત્યારે ખાસ કરીને સ્કૂલ કોલેજમાં સંક્રમણનું જોખમ હોવાની શક્યતાના પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. મહત્વનું છે કે દિવસ જાય તેમ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેમાં પણ શૈક્ષણિક સંસ્થામાં કોરોના વિસ્ફોટ થતા તંત્ર દોડતુ થયું છે. 

આ પણ વાંચો…. Anna hazare’s increased tension: અન્ના હજારેનું વધી ગયું ટેન્શન, જાણો શું છે સમગ્ર મામલો…

45 students infected corona in gujarat: બહારથી આવેલા વિદ્યાર્થીઓમાં લક્ષણ દેખાય તો જાણ કરે: મનોજ અગ્રવાલ

કોરોનાના સંક્રમણ મામલે મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, હાલ સ્થિતિ પર ચાંપતી નજર રખાઈ રહી છે. હાલ મનપા તંત્રએ માર્ગદર્શિકા પ્રમાણે કામગીરી કરી છે. વિદ્યાર્થીઓમાં કોરોનાના તીવ્ર લક્ષણો નહીં. લક્ષણો જણાતા આરોગ્ય વિભાગને જાણ કરવાનું કહેવાયુ છે. અન્ય યુનિવર્સિટી અને અન્ય સંસ્થાના વડાઓ સાથે સંપર્કમાં છે. પ્રોટોકોલ પ્રમાણેના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સ્ટાફ કે વિદ્યાર્થી કોઇમાં પણ લક્ષણ દેખાય તો તુરંત માહિતી આપે. શૈક્ષણિક સંસ્થામાં વધુ વિદ્યાર્થીઓ હોય છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય બાબતે કાળજી લેવી જરૂરી છે.

ગુજરાતમાં નોંધાયો પ્રથમ XE વેરિયન્ટનો કેસ

રાજ્યમાં XE વેરિએન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. 13 માર્ચે વડોદરાના ગોત્રીમાં પોઝિટિવ આવેલા દર્દીમાં કોરોનાનો XE વેરિએન્ટ જોવા મળ્યો હતો. આ નવા વેરિયન્ટના પહેલા કેસની પુષ્ટિ થઈ હતી. આવી સ્થિતિમાં, સરકાર પણ સંપૂર્ણ સાવચેતી રાખી રહી છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાની તંત્રીએ સલાહ આપી છે. તંત્ર દ્વારા દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.

Gujarati banner 01