Anna Hazare

Anna hazare’s increased tension: અન્ના હજારેનું વધી ગયું ટેન્શન, જાણો શું છે સમગ્ર મામલો…

Anna hazare’s increased tension: સરકારની ચિંતા વધારીને તેમને અનેક વખત ઝુકાવનારા વરિષ્ઠ સમાજસેવક અણ્ણા હજારે આ વખતે ખુદ ટેન્શનમાં આવી ગયા

નવી દિલ્હી, ૧૧ એપ્રિલ: Anna hazare’s increased tension: ભૂખ હડતાલ પર ઉતરી પોતાની સરકારની ચિંતા વધારીને તેમને અનેક વખત ઝુકાવનારા વરિષ્ઠ સમાજસેવક અણ્ણા હજારે આ વખતે ખુદ ટેન્શનમાં (Anna hazare’s increased tension) આવી ગયા છે. મહારાષ્ટ્રના અહેમદનગરમાં આવેલા તેમના ગામ રાલેગણસિદ્ધીમાં અમુક કાર્યકર્તા અનશન પર બેસી રહ્યા છે, તેને કારણે સ્થાનિક પ્રશાસન તો એલર્ટ થઈ ગયું છે. પરંતુ અન્ના હજારની ચિંતામાં પણ વધારો થયો છે.

ઉપવાસ પર ઉતરનારા લોકજાગૃતિ સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓના કહેવા મુજબ પારનેર તાલુકામાં પાણીના ટેન્કરની ગડબડ અંગે અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે. કંપનીના અમુક અધિકારી જેઓ કથિત ગેરરીતી અને દુરુપયોગ કરી રહ્યા છે. તેઓ અન્નાના રાલેગણસિદ્ધી સાથે સંબંધ ધરાવે છે. પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયત, વહીવટખાતુ અને અન્ના હજારે (Anna hazare’s increased tension) આ લોકો સામે પગલા લેતી નથી. તેથી પારનેર તાલુકામાં પાણીની સમસ્યા છે. તેથી તેના વિરોધમાં તેઓ અનશન પર ઉતરી રહ્યા છે.

આ પણ વાંચો: Closing of Navratri: ગઈકાલે નવરાત્રિનું સમાપન થયું; નવરાત્રિ એટલે એક સ્ત્રીનાં જીવનની નવ અવસ્થા

Anna hazare’s increased tension: સોમવારથી આ કાર્યકર્તાઓ અનશન પર ઉતરી રહ્યા છે. તેથી રાલેગણસિદ્ધીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. તેમ જ અન્ના હજારની (Anna hazare’s increased tension) સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

અનશન પર ઉતરનારા કાર્યકર્તાઓના કહેવા મુજબ પારનેલ તાલુકમાં પાણીના ટેન્કરને લઈને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેમા રાલેગણસિદ્ધીના અધિકારીઓ સામેલ છે.અન્ના હજારેની ગ્રામ પંચાયત તેમની સામે કાર્યવાહી કરતી નથી. તેથી નાછૂટકે તેમને અનશન પર ઉતરવું પડી રહ્યું છે.

Gujarati banner 01