50 new e buses in Ahmedabad

50 new e-buses in Ahmedabad: AMTSમાં આવનારી 50 નવી ઈ-બસ બીઆરટીએસના ધારા ધોરણ મુજબ દોડાવાશે

50 new e-buses in Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રાન્સપોર્ટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવનાર છે

અમદાવાદ, 23 મેઃ 50 new e-buses in Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AUDA)ની ટ્રાન્સપોર્ટ સર્વિસની બસોમાં નવી 50 ઇલેક્ટ્રિક બસોનો આવનાર સમયમાં સમાવેશ કરવામાં આવશે. આ બસો બી.આર.ટી.એસ.ના ધારા ધોરણ મુજબ દોડાવાશે. આ AMTSની ઈ- બસમાં પેસેન્જર ભાડા ઉપરાંત કન્સેશનમાં પણ BRTSમાં જે નિયમ લાગુ છે તે મુજબ જ આમા પણ એ જ નિયમ લાગુ રહેશે. આ માટેની દરખાસ્ત અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્પોર્ટ કમિટી આગળ મંગળવારે મુકવામાં આવી છે.

આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાન્સપોર્ટ સર્વિસના બજેટમાં નવી 50 ઇલેક્ટ્રિક બસની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદ શહેર દિવસે દિવસે વધી રહ્યું હોવાથી હાલ એ.એમ.ટી.એસ.ની ચાલી રહેલી રૂટમાં ચલાવામાં આવતી બસોમાં વધારો જોવા મળી આવશે.

આ પણ વાંચોઃ New Prime Minister of Australia:જાણો કોણ છે ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાન, બે વખત આવી ચૂક્યા છે ભારત

આવનાર સમયમાં 50 નવી ઇલેક્ટ્રિક બસો પૈકી અલગ અલગ રૂટોમાં BRTSના ધારણા ધોરણ મુજબ અને ભાડા અને કન્સેશન સહીત યોજનાઓ જે હાલમાં બી.આર.ટી.એસ. બસમાં આપવામાં આવી રહી છે તે જ સુવિધા એ.એમ.ટી.એસ બસમાં પણ આપવામાં આવશે.

અમદાવાદમાં નવી આવી રહેલી બસના રૂટોના ફેરફાર કરવા સહીતના અન્ય નિર્ણય કરવા ટ્રાન્સપોર્ટ મેનેજર અને કમિટીના ચેરમેનને સત્તા આપવાની મંજૂરી માંગતી દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. 

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ Do not consume this item with milk: આ વસ્તુઓ સાથે દૂધનું સેવન શરીર માટે હાનિકારક હોઈ શકે છે

Gujarati banner 01