51 Shaktipeeth Parikrama Mahotsav: અંબાજી ખાતે 8 એપ્રિલથી ત્રીદિવસીય 51 શક્તિપીઠ પરીક્રમા મહોત્સવ યોજાશે

51 Shaktipeeth Parikrama Mahotsav: અંબાજી ખાતે આગામી તા. 8 એપ્રિલથી ત્રીદિવસીય 51 શક્તિપીઠ પરીક્રમા મહોત્સવ યોજાશે… મુખ્યમંત્રી અંબાજી આવવાની સંભવના

  • 51 Shaktipeeth Parikrama Mahotsav: બનાસકાંઠા જીલ્લા કલેકટર,મંદિરના વહીવટદાર સહીત અધીકારીઓ ટીમ અંબાજી ના ગબ્બર ખાતે પહોચી
  • માતાજીના ૫૧ શક્તિપીઠોના નિર્માણનું કામ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરાવ્યું હતું
  • કોટેશ્વર કુંડ અને ગૌમુખ કુંડનો કરાશે વિકાશ
  • પરિક્રમાની વ્યવસ્થા જાળવવા માટે 14 જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી
  • મહા આરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શો તેમજ કોટેશ્વર ના વિકાસના કામો નુ લોકાર્પણ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 26 માર્ચ:
51 Shaktipeeth Parikrama Mahotsav: યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા. 8 એપ્રિલથી ત્રીદિવસીય 51 શક્તિપીઠ મહોત્સવ યોજાશે. અંબાજી ગબ્બર તળેટી ખાતે યોજાનાર શ્રી 51 શક્તિપીઠ મહોત્સવના આયોજન દરમ્યાન મુખ્યમંત્રી અંબાજી આવવાની સંભવના ને લઈ બનાસકાંઠા જીલ્લા કલેકટર,મંદિરના વહીવટદાર સહીત અધીકારીઓ ટીમ અંબાજી ના ગબ્બર ખાતે પહોચી હતી

યાત્રાધામ અંબાજી ખાતે દેશ અને વિદેશમાં અલગ અલગ જગ્યાએ આવેલા (51 Shaktipeeth Parikrama Mahotsav) માતાજીના ૫૧ શક્તિપીઠોના નિર્માણનું કામ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરાવ્યું હતું. દેશ અને વિદેશોમાં શ્રીલંકા, બાંગલાદેશ, નેપાળ, પાકિસ્તાન વગેરે દેશોમાં આવેલા માતાજીના શક્તિપીઠો પ્રમાણે આબેહુબ 51 શક્તિપીઠોનું નિર્માણ અંબાજીમાં કરવામાં આવેલું છે. મનુષ્યના એક જ જન્મમાં દેશ અને વિદેશોમાં આવેલા આ શક્તિપીઠોમાં જઇ માતાજીના દર્શન કરવા એ દરેક મનુષ્ય માટે સંભવ નથી, તેથી મૂળ સ્થાનક જેવા જ 51 શક્તિપીઠોનું અંબાજી ગબ્બર ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે

51 Shaktipeeth Parikrama Mahotsav

અંબાજી ખાતે આવેલા કલેકટર આનંદ પટેલએ જણાવ્યું કે, (51 Shaktipeeth Parikrama Mahotsav) જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે આવેલ 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન રાજ્ય સરકાર ના માર્ગદર્શનથી હાથ ધરવામાં આવ્યુ છે ને આ.પરિક્રમાની વ્યવસ્થા જાળવવા માટે 14 જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે આ સાથે મહા આરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શો તેમજ કોટેક્ષ્વર ના વિકાસના કામો નુ લોકાર્પણ નું સમાવેશ થાય છે.

આ પણ વાંચો..Akshay kumar made big statement: ફિલ્મ બચ્ચન પાંડેની નિષ્ફળતા બાદ કહ્યું- ધ કશ્મીર ફાઇલ્સે મારી ફિલ્મને ડુબાળી- જુઓ વીડિયો

Gujarati banner 01