dath 01 27 1544554369 356260 khaskhabar

કોરોના વેક્સીન લેનાર 55 વર્ષીય મહિલા હેલ્થ વર્કરનું મોત, રસીની આડઅસર થઇ હોવાનો પરિવારનો આરોપ- સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો ખુલાસો

dath 01 27 1544554369 356260 khaskhabar

અમદાવાદ, 23 જાન્યુઆરીઃ કોરોના મહામારી વચ્ચે દેશની અંદર રસીકરણ અભિયાનની શરુઆત થઇ ચુકી છે. આ બધા વચ્ચે ગુરુગ્રામની અંદર કોરોના વેક્સિન લગાવ્યાના 6 દિવસ બાદ એક મહિલા સ્વાસ્થ્યકર્મીનું મોત થયું છે. મૃતક મહિલાના પરિવારના લોકોએ કોરોના વેક્સિનને લઇને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Whatsapp Join Banner Guj

કોરોના વેક્સિન લીધા બાદ સ્વાસ્થ્યક્રમીના મોતની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ આવી બે ઘટના સામે આવી છે. જો કે તેમાં તો સ્વાસ્થ્ય મંત્રાલયે ખુલાસો કર્યો હતો કે તે બંને સ્વાસ્થ્યકર્મીઓના મોતને કોરોના વેક્સિન સાથે કોઇ લેવાદેવા નહોતી. તે બંનેના મોત અન્ય કારણોસર થયા હોવાનું જણાવ્યું હતું.

ત્યારે આ ઘટનામાં પણ અધિકારીઓ દ્વારા તપાસ ચાલી રહી હોવાની વાત જણાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે પોસ્ટમાર્ટમ રિપોર્ટ બાદ જ મોતના કારણ અંગે સ્પષ્ટ કહી શકાય. ગુરુગ્રામની કૃષ્ણ કોલોનીમાં રહેતી 55 વર્ષીય રાજવંતી ભંગરૌલાના સ્વાસ્થ્ય કેન્દ્રમાં સુપરવાઇઝર તરીકે કાર્યરત હતા.

GEL ADVT Banner

ગત 16 જાન્યુઆરીના દિવસે તેમને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. જેના 130 કલાક બાદ તેની મોત થયું છે. ત્યાર બાદ મહિલાના દિકરાએ કોરોના વેક્સિન પર સવાલ ઉઠાવ્યા છે. પરિવારના લોકોએ ફરિયાદ નોંધાવીને રસીકરણ પર રોક લગાવવાની માંગ કરી છે.

આ પણ વાંચો…

ભારતીય ખેલાડીઓ માટે હવે નિયમોને લઇને આવ્યા નવા ફિટનેસ ટેસ્ટ, જે પાસ કર્યા બાદ જ મળશે ટીમમાં એન્ટ્રી