Rain 1

9 inches of rain fell in Ushmanpura: અમદાવાદમાં પડેલા સાર્વત્રિક વરસાદમાં સૌથી વધુ ઉષ્માનપુરામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો

9 inches of rain fell in Ushmanpura: બોડકદેવમાં 3 ઈંચ, વિરાટન નગરમાં 6 ઈંચ, ચકુડીયામાં 6 ઈંચ, ઓઢવમાં 4.5 ઈંચ તો મેમ્કો વિસ્તારમાં 4.5 ઈંચ જયારે દૂધેશ્વરમાં 4 ઈંચ, દાણાપીઠમાં 5 ઈંચ તો મણિનગરમાં 3.5 ઈંચ, ચાંદખેડામાં 3 ઈંચ, પાલડીમાં 3 ઈંચ, સરખેજમાં 2.5 ઈંચ વરસાદ પડ્યો.

અમદાવાદ, 09 જુલાઈ: 9 inches of rain fell in Ushmanpura: ગઈ કાલે અમદાવાદમાં સાંબેલાધારા વરસાદ પડ્યો હતો. મોડી રાત સુધી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદમાં પહેલીવાર ચોમાસાની સિઝનમાં સાર્વત્રિક વરસાદ 5 કલાકથી વધુ પડ્યો હશે. ત્યારે ગઈ કાલે પડેલા વરસાદમાં ક્યાંક તંત્રની પોલ ખૂલી ગઈ હતી તો ક્યાંક દિવાલ ધરાસાઈ થવાની ઘટનાઓ પણ સામે આવી હતી જેથી લોકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 

ગઈ કાલના અમદાવાદ શહેરમાં પડેલા સાર્વત્રિ વરસાદની વાત કરીએ તો ઉષ્માનપુરામાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ શહેરના તમામ વિસ્તારોની સરખામણીએ ઉષ્માનપુરામાં જોવા મળ્યો હતો. ઉષ્માનપુરામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો તો બોડકદેવમાં 3 ઈંચ, વિરાટન નગરમાં 6 ઈંચ, ચકુડીયામાં 6 ઈંચ, ઓઢવમાં 4.5 ઈંચ તો મેમ્કો વિસ્તારમાં 4.5 ઈંચ જયારે દૂધેશ્વરમાં 4 ઈંચ, દાણાપીઠમાં 5 ઈંચ તો મણિનગરમાં 3.5 ઈંચ, ચાંદખેડામાં 3 ઈંચ, પાલડીમાં 3 ઈંચ, સરખેજમાં 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો. 

ગઈ કાલના વરસાદે તંત્રની પણ પોલ ખુલી નાખી હતી. કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવી હતી. કોર્પોરેશનની દેનના કારણે આ પાણી ભરાયા હતા. બાપુનગર વિસ્તારમાં બેટ જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી અને આટલા વરસાદમાં પાણી ભરાઈ ગયું હતું. ખાસ કરીને ગઈકાલનો અમદાવાદનો સાર્વત્રિક વરસાદ 5 218 ઈંચથી વધુ નોંધાયો હતો.

સાર્વિત્રિક વરસાદ બાદ ત્રસ્ત બનેલા અમદાવાદીઓએ રાહત અનુભવી હતી. કેમ કે, સાર્વત્રિક વરસાદ આ પહેલા અમદાવાદમાં 1.5થી 2 ઈંચ જેટલો સરેરાસ અત્યાર સુધીનો હતો જ્યારે ગઈ કાલે 12.30 પછી પડેલા વરસાદના આંકડા જોવા જઈએ તો સાર્વત્રિક વરસાદ સરેરાસ સારો રહેતા લોકોએ ઘણી રાહત અનુભવી છે. વરસાદી માહોલ આજે સવારે પણ જોવા મળી રહ્યો છે. જેથી 10 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ હતી જો કે, હજુ વધુ વરસાદ થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.

આ પણ વાંચો..Shanivarnu Rashi Bhabhishya: આ રાશિના જાતકોની પ્રતિષ્ઠામાં થશે વધારો, વિદ્યાર્થીઓને મળશે વિદેશમાં શિક્ષણની તક

Gujarati banner 01