Aadhaar Card

Aadhar Card: ‘આધાર’નો સાચો આધાર જાણવા મુલાકાતીઓમાં ભારે ઉત્સાહ

Aadhar Card: ‘આધાર’ના સ્ટોલ પર પોતાનું આધાર કાર્ડ સ્કેન કરી ‘આધાર’નો સાચો આધાર જાણવા મુલાકાતીઓમાં ભારે ઉત્સાહ

  • ભારતમાં અત્યાર સુધીમાં અંદાજે ૧૩૮ કરોડથી વધુ ભારતીયો પાસે ‘આધાર’ કાર્ડ

ગાંધીનગર, 13 જાન્યુઆરીઃ Aadhar Card: ગાંધીનગર ખાતે આયોજિત ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૨૪માં યુનિક આઇન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ‘આધાર’ સ્ટોલ પર પોતાનું આધાર કાર્ડ સ્કેન કરી ‘આધાર’નો સાચો આધાર જાણવા મુલાકાતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતમાં વર્ષ ૨૦૧૦થી અત્યાર સુધીમાં અંદાજે ૧૩૮ કરોડથી વધુ નાગરિકો ‘આધાર’ કાર્ડ ધરાવે છે.

સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી એવા આધારમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે બાયોમેટ્રિક ડેટાબેઝ માટે ફિંગર પ્રિન્ટ, આઈરિશ (આંખ) અને ફેસ ઓથેન્ટિફિકેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આગામી સમયમાં નાગરિકે કોઈપણ પ્રકારના દસ્તાવેજ કે યોજનાનો લાભ લેવો હશે તો તેમનું આધાર સાચું છે કે નહીં તેની સરકારી કચેરીમાં ક્યુ આર કોડ દ્વારા સ્કેન કરીને ઓનલાઇન ખરાઈ કર્યા પછી જ તેમની આગળની કાર્યવાહી કરવામાં આવશે.

‘આધાર’ના સ્ટોલમાં આધાર ફેસ ઓથ, આધાર લાઈવ વેબસાઈટ- ટચ સ્ક્રીન ડેમો સાથે, ઇન્ડિયા બેન્ક- ભારતીય પોસ્ટ દ્વારા AEPSની સેવાઓ,આધાર ક્વિઝ,આધાર ફીડબેક લોન્ઝ તેમજ આધાર સંબંધિત વિવિધ વીડિયો LED સ્ક્રીન પર પ્લે કરવામાં આવી રહી છે જેનાથી સામાન્ય નાગરિકો માટે આધાર કાર્ડ કેમ જરૂરી છે તેનું મહત્વ સમજાઈ રહ્યું છે. આ સિવાય વિવિધ ૫૦ પ્રશ્નોની ચાર ઓપ્શન સાથેની ક્વિઝ દ્વારા બાળકોને આધાર વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

રાજ્યના પેન્શનરો-વરિષ્ઠ નાગરિકો હવે ઘરે બેઠા બેઠા પોતાનું ‘જીવન પ્રમાણપત્ર’ કેવી રીતે ઓનલાઇન મેળવી શકે તે માટે લાઈવ ડેમોસ્ટ્રેશનની વ્યવસ્થા સ્ટોલ પર રાખવામાં આવી છે. આ માટે પેન્શનરે પોતાના મોબાઈલમાં ‘જીવનપ્રમાણ’ અને ‘આધાર ફેસ’ RD એપ ડાઉનલોડ કરવાની હોય છે. એપ ડાઉનલોડ કર્યા બાદ નિયત કરેલી પ્રક્રિયા અનુસરવાથી તે આધારની વેબસાઈટ ઉપરથી પોતાનું ‘જીવન પ્રમાણપત્ર’ ડાઉનલોડ કરી શકે છે,જેની સામાન્ય મર્યાદા એક વર્ષની હોય છે.

આ ઉપરાંત યુવાનોમાં નવીન આધાર PVC કાર્ડ કેવી રીતે ઓનલાઇન મેળવી શકાય તેની સૌથી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. નવીન આધાર PVC કાર્ડ માટે યુઆઇડીની સત્તાવાર વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરવાની હોય છે જેમાં નિયત કરેલી રૂ.૫૦/- ની ફી ભરવાથી આ કાર્ડ પોસ્ટ દ્વારા આપના સરનામાં પર ઘરે આવી જાય છે.

આ પણ વાંચો… Karuna Abhiyan: ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન તૈયાર

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો