AAp PC

AAP demanded: ગુજરાતની જનતા અને ગુજરાતના બેરોજગાર યુવાનો માટે સરકાર સામે માંગ કરતી આમ આદમી પાર્ટી- વાંચો વિગત

AAP demanded: આ માંગ સાથે આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબસિંગ યાદવ તથા મહેશભાઈ સવાણી આજથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા

ગાંધીનગર, 22 ડિસેમ્બરઃAAP demanded: હેડ ક્લાર્ક ભરતી કૌભાંડમાં અસિત વોરાને પદ ઉપરથી હટાવી એમની સામે કાયદેસરના પગલાં ભરવા માટે તેમજ યુવાનોને વળતર ચુકવવામાં આવે એવી માંગ સાથે આમ આદમી પાર્ટીના પ્રભારી ગુલાબસિંગ યાદવ તથા મહેશભાઈ સવાણી આજથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે.

ગુજરાતની જનતા જાણે છે કે ગુજરાત સરકારના તમામ નિર્ણયો સુપર સીએમ તરીકે સી. આર. પાટીલ જ લઇ રહ્યા છે. આમ આદમી પાર્ટીની ગુજરાતના યુવાધન માટે આ માંગણી સુપર સી.એમ. પાટીલ સામે જ છે.

ગુજરાતની જનતા એ પણ જાણે છે કે ગુજરાતમાં સી.આર. પાટીલના શાસન હેઠળ ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે. તાજેતરમાં જ લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં થયેલા પેપર-લિક કૌભાંડના પકડાયેલા આરોપીઓ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને અગાઉ થયેલા કૌભાંડો પણ ભાજપના મળતીયાઓ દ્વારા જ કરવામાં આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પેપર ફૂટવાની આ લગભગ નવમી ઘટના છે. આપએ તો જાહેરમાં એવું નિવેદન આપ્યું જ છે કે ભાજપના કાર્યકર્તાઓને જ નોકરી મળવી જોઈએ, તો તમારા હાથ હેઠળ આવા કૌભાંડો થાય એમાં નવાઈ શું ?

આ પણ વાંચોઃ Expensive divorce: સૌથી મોંઘા છૂટાછેડા, દુબઈના રાજા રાશિદએ પત્નીને રૂ. 2525 કરોડ અને સંતાનોને રૂ. 2900 કરોડ ભરણપોષણ પેટે આપવા પડશે

આમ આદમી પાર્ટી, ગુજરાતની જનતા અને ગુજરાતના બેરોજગાર યુવાનો વતી આપ પાસે નીચે મુજબની માંગણીઓ કરે છે.

૧) ગૌણ સેવા પસંદગી મંડળના અસિત વોરાને તાત્કાલિક એમના પદ પરથી દૂર કરવામાં આવે અને અસિત વોરા સહીત પેપર લિક કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓ ઉપર કાયદેસરની કાયદાકીય કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવે.

૨) અગાઉના પેપર લિકને કારણે રદ થયેલી પરીક્ષા સહિતના તમામ વિદ્યાર્થીઓને ખર્ચ અને મહેનતના વળતર તરીકે રૂપિયા 50,000/- ચુકવવામાં આવે.

3) ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સ્થાને કોઈ પ્રમાણિક અને નિષ્પક્ષ IAS અધિકારીની નિમણુંક કરવામાં આવે.

4) આ કૌભાંડની નિષ્પક્ષ તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતીની રચના કરી એને તપાસ સોંપવામાં આવે.

5) અટકી પડેલી તમામ ભરતીઓ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરી ગુજરાતના બેરોજગાર યુવાનોને ન્યાય આપવામાં આવે.

જો ઉપરોક્ત માંગણીઓ જ્યાં સુધી સંતોષવામાં નહિ આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપવાસ કરશે. પરિણામ નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

Whatsapp Join Banner Guj