isudan gadhvi compaign

AAP electricity free movement: 27 વર્ષથી ભાજપ સરકાર વીજળી પાછળ જે ભ્રષ્ટાચાર કરી રહી છે તે હવે બંધ કરવું પડશે: ઈસુદાન ગઢવી

AAP electricity free movement: ભ્રષ્ટ ભાજપ એ કોઈ મજબૂરી માં નહિ પણ ભ્રષ્ટાચાર ના સંદર્ભે ગુજરાત માં વીજળી મોંઘી કરી છે: ઈસુદાન ગઢવી

ગાંધીનગર, ૧૭ જૂન: AAP electricity free movement: આમ આદમી પાર્ટી નું વીજળી ફ્રી કરો આંદોલન નિરંતર આગળ વધી રહ્યું છે. દરેક જિલ્લામાં આમ આદમી પાર્ટી વતી ગુજરાત ની જનતા માટે કલેકટરને આવેદન પત્રો અપાયા છે. ત્યારબાદ વીજળી આંદોલન ને આગળ વધારતા આમ આદમી પાર્ટી ના નેતા અને કાર્યકર્તાઓ જનતા સુધી પહોંચીને, જનતા ને ભ્રષ્ટાચારી ભાજપ વિષે જાગૃત કરવા રેલી, પદયાત્રા અને મશાલ યાત્રા જેવા કાર્યક્રમો કરી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી એ આજે અમદાવાદ જિલ્લાના ઠક્કરબાપા નગર વિસ્તારમાં જનસંપર્ક કર્યો. જેના દ્વારા તે લોકો સુધી પહોંચ્યા અને તેમને વીજળી સંબંધિત અગત્યના મુદ્દા સમજાવ્યા તથા વીજળી પાછળ થઇ રહેલા ભાજપ ના ભ્રષ્ટાચાર બાબતે લોકોને જાગૃત કર્યા. આ સાથે જ સુરત, વડોદરા, બનાસકાંઠા, ભરૂચ, પોરબંદર, પંચમહાલ, જામનગર, કચ્છ, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર અને રાજકોટ માં પણ આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ દ્વારા વીજળી આંદોલન અંતર્ગત અલગ-અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. 

ભ્રષ્ટ ભાજપ એ કોઈ મજબૂરી માં નહિ પણ ભ્રષ્ટાચાર ના સંદર્ભે ગુજરાત માં વીજળી મોંઘી કરી છે. જે ભાજપ સરકાર ગુજરાતમાં વીજળી નું ઉત્પાદન કરે છે છતાંય ગુજરાત માં દેશની સૌથી મોંઘી વીજળી વેંચે છે. અલગ-અલગ ભ્રમિત કારણો આપી ભાજપ સરકાર હંમેશા ગુજરાત ની જનતા ને લૂંટી રહી છે. પણ પહેલા પરિસ્થિતિ અલગ હતી, પહેલા આમ આદમી પાર્ટી ની જેમ કોઈ ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવવા વાળું નહોતું. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે, હવે આમ આદમી પાર્ટી એ ગુજરાતની રાજનીતિ માં પ્રવેશ કરી લીધો છે. ભાજપ સરકાર જે ભ્રષ્ટાચારી કામ 27 વર્ષથી કરી રહી છે તે હવે નહિ કરી શકે.

આ પણ વાંચો: Bhim Army Chief Satpal Tanwar arrested: ભીમ આર્મી ચીફ સતપાલ તંવરની ધરપકડ, નૂપુરની જીભ કરડવા પર એક કરોડ રૂપિયાનું ઈનામ જાહેર

ભાજપ નો ભ્રષ્ટ ચહેરો ગુજરાતની જનતા ની સામે લાવવા આમ આદમી પાર્ટી દિવસે રેલી, પદયાત્રા અને રાત્રે મશાલ યાત્રા તથા ટોર્ચ યાત્રા દ્વારા આંદોલન આગળ વધારી રહ્યા છે. આમ આદમી પાર્ટી એ દિલ્હી માં 200 યુનિટ સુધી મફત વીજળી આપવાનું કાર્ય કરી બતાવ્યું છે. અને પંજાબ માં પણ 300 યુનિટ સુધી વીજળી ફ્રી કરી દેવામાં આવી છે. જો દિલ્હીમાં આમ આદમી પાર્ટી ની સરકાર બહાર થી વીજળી ખરીદીને જનતા ની સગવડ માટે મફત માં વીજળી આપી શકે છે તો ગુજરાતમાં ભાજપ સરકાર કેમ નહિ? 

જ્યાં સુધી ભાજપ સરકાર ગુજરાત માં વીજળી ફ્રી કરવા કોઈ પગલાં નહિ લે ત્યાં સુધી ગુજરાત ની જનતા માટે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરતી રહેશે. વીજળી આંદોલન ની મદદ થી આમ આદમી પાર્ટી લોકો સુધી સત્ય પ્રકશિત કરવામાં સફળ થતી દેખાઈ રહી છે. હવે ધીમે-ધીમે લોકો જાગૃત થઈ રહ્યા છે. અમને લાગે છે કે 27 વર્ષ થી ચાલી રહેલા અત્યાચાર પર હવે પૂર્ણવિરામ મુકવા આમ આદમી પાર્ટી ને આવનારી ચૂંટણીમાં જીતાડી ગુજરાત ની જનતા ભાજપ ને કરારો જવાબ આપશે.

Gujarati banner 01