Ragahv chaddha

AAP gujarat parivartan satyagraha: રાઘવ ચઢ્ઢાએ દાંડીથી ‘ગુજરાત પરિવર્તન સત્યાગ્રહ’ની શરૂઆત કરી

AAP gujarat parivartan satyagraha: 2022ની દિવાળી ગુજરાતમાં ભાજપની છેલ્લી દિવાળી હશે: રાઘવ ચઢ્ઢા

અમદાવાદ, 02 ઓક્ટોબર: AAP gujarat parivartan satyagraha: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ દાંડીથી ‘ગુજરાત પરિવર્તન સત્યાગ્રહ’ની શરૂઆત કરી. આ દરમિયાન રાઘવ ચઢ્ઢાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયાને સંબોધતા કહ્યું કે, આજે સાબરમતીના સંત, ગુજરાતના પુત્ર અને પિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે. આજે આ અવસર પર સમગ્ર દેશને અભિનંદન પાઠવતા અમે કહેવા માંગીએ છીએ કે અમે આજે બાપુના બતાવેલા માર્ગ પર ચાલવાની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.

બાપુએ જ્યાંથી મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી તે દાંડીની જમીનની માટી અમે હાથમાંં લઈને ‘ગુજરાત પરિવર્તન સત્યાગ્રહ’ ની શરૂઆત કરી છે. 27 વર્ષથી ચાલી રહેલી ભાજપને ઉખાડીને ફેંકવા માટે અમે આ સત્યાગ્રહ શરૂ કર્યો છે. આ સત્યાગ્રહની પરિકલ્પના એ છે કે આમ આદમી પાર્ટીની સરકારમાં ગરીબમાં ગરીબને મફત અને શ્રેષ્ઠ શિક્ષણ, સારવાર મળે, વીજળી અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ મફતમાં મળે અને હક મળે. 75 વર્ષથી બની નથી શક્યું તે બાપુના સપનાનું ભારતનું બનાવીએ.

IB ના અહેવાલ મુજબ, આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છેઃ રાઘવ ચઢ્ઢા

આજની પ્રેસ કોન્ફરન્સનો બીજો મહત્વનો મુદ્દો એ છે કે, IBના અહેવાલ મુજબ, આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. આના બે મુદ્દા છે કે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સમર્થકોએ વધુ મહેનત કરવી પડશે અને અત્યારે જે ઓછી બહુમતી મળવા જઈ રહી છે તેને મોટી બહુમતીમાં ફેરવવી પડશે. અને બીજો મુદ્દો એ છે કે આવનારી ચૂંટણી આમ આદમી પાર્ટી વિરુદ્ધ ભાજપ કોંગ્રેસની ગઠબંધન બની ગઈ છે. ભાજપ કોંગ્રેસના નેતાઓ રાત-દિવસ મીટીંગ કરીને પોતાના સેટીંગ ગોઠવી રહ્યા છે.

ભાજપના બધા પ્રયાસો છે કે બિન-ભાજપના મત આમ આદમી પાર્ટીને ન જાય. તેમનો એક જ પ્રયાસ છે કે બિન-ભાજપ મતો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વહેંચવાઈ જાય. એટલે ભાજપે ગુજરાતમાં કોંગ્રેસ મજબુત કરો અભિયાન શરૂ કર્યું છે. હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસની 10 બેઠકો પણ આવવાની નથી, તો કોંગ્રેસને મત આપવો એટલે તમારા અમૂલ્ય વોટને બરબાદ કરવો. તમામ લોકો સાથે મળીને ઓછી બહુમતી નહીં પરંતુ મોટી બહુમતી સાથે મજબૂત સરકાર બનાવવા માટે ઝાડૂનું બટન દબાવીને આમ આદમી પાર્ટીને મત આપો.

2022ની દિવાળી ગુજરાતમાં ભાજપની છેલ્લી દિવાળી હશે : રાઘવ ચઢ્ઢા

હું છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં તમામ જાતિ, ધર્મ અને સમાજના લોકોને મળું છું. દરેકના મનમાં ત્રણ વાત ચાલી રહી છે, પહેલી વાત બદલાવની જરૂર છે, બીજી વાત બદલાવની જરૂર છે અને ત્રીજી વાત બદલાવની જરૂર છે. ગુજરાતના લોકો 27 વર્ષના શાસનનો અંત લાવવા અને અરવિંદ કેજરીવાલના મોડલને અપનાવવા માંગે છે.

દિલ્હી અને પંજાબના લોકોએ અરવિંદ કેજરીવાલના મોડલને અપનાવ્યું છે, તેવી જ રીતે ગુજરાતના લોકો પણ અરવિંદ કેજરીવાલના મોડલને અપનાવવા માંગે છે. આજે ગુજરાતની જનતા પોતે કહી રહી છે કે ‘અરવિંદ કેજરીવાલ આ રહે હૈ,પરિવર્તન લા રહે હૈ’. 27 વર્ષ પછી 2022ની દિવાળી ભાજપની છેલ્લી દિવાળી હશે.

સૌને એ જાણવું છે કે આમ આદમી પાર્ટીનાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે કારણ કે બધા જાણે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે: રાઘવ ચઢ્ઢા

મુખ્યમંત્રીના ચહેરા વિશે વાત કરતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, દરેક પાર્ટીની અલગ-અલગ રણનીતિ હોય છે કે મુખ્યમંત્રીનો ચહેરો ક્યારે જાહેર કરવો. તે જ રીતે, અમે ટુંક જ સમયમાં લોકોને જણાવીશું કે અમારા મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે. પરંતુ નવાઈની વાત એ છે કે ગુજરાતના 6.5 કરોડ લોકોમાંથી 6 કરોડ લોકોને ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રીનું નામ પણ ખબર નહીં હોય. સૌને એ જાણવું છે કે આમ આદમી પાર્ટીનાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે કારણ કે બધા જાણે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. મારા દાવા સાથે કહેવા માંગુ છું કે જે પણ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો હશે, તે ગુજરાતનાં આગામી મુખ્યમંત્રી હશે.

ગુજરાતમાં ગેરકાયદેસર દારૂનો કારોબાર બંધ કરાવીશું અને દારૂબંધીનો કડક રીતે અમલ કરવામાં આવશે : રાઘવ ચઢ્ઢા

ગુજરાતમાં ગેરકાયદેસર દારૂનો ઘણો મોટો કારોબાર ચાલે છે જે ભાજપના નેતાઓ ચલાવે છે. ગુજરાતમાં ગેરકાયદેસર દારૂનો કારોબાર બંધ કરાવીશું અને દારૂબંધીનો કડક રીતે અમલ કરવામાં આવશે. અને જે લોકો આ ગેરકાયદેસર દારૂના ધંધામાં સંડોવાયેલા છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

જો કોંગ્રેસ પાર્ટી સક્ષમ હોત તો તે છેલ્લા 27 વર્ષમાં એક વખત તો જરૂર પોતાની સરકાર બનાવી શકતી: રાઘવ ચઢ્ઢા

આજે દેશની રાજનીતિમાં એક નવું પોલિટિકલ સ્ટાર્ટઅપ અને એક નહીં રાજનીતિક શક્તિનાં રૂપે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે. આમ આદમી પાર્ટી એક કટ્ટર દેશભક્ત અને કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. અને અમે એક સારું ગવર્નન્સ મોડલ આપીએ છીએ જેમાં લોકોને મફત વીજળી, પાણી, મફત શિક્ષણ અને મફત સારી સારવાર મળે છે. બીજી તરફ જૂની ભ્રષ્ટ પાર્ટીઓ છે, આ તમામ પાર્ટીઓ એક થઈ ગઈ છે. જો કોંગ્રેસ પાર્ટી સક્ષમ હોત, તો તે છેલ્લા 27 વર્ષોમાં એક વખત તો જરૂર તેની સરકાર બનાવી શકત.

કોંગ્રેસ પાર્ટી ખૂબ જ નબળી પડી ગઈ છે, એટલા માટે હું દાવા સાથે કહી રહ્યો છું અને આઈબીના રિપોર્ટ પ્રમાણે હું પણ કહી રહ્યો છું કે કોંગ્રેસની 10થી વધુ સીટ આવવાની નથી. એટલા માટે અમે કહીએ છીએ કે જે લોકો પરિવર્તન ઈચ્છે છે, પછી ભલે તે પહેલા ભાજપના સમર્થક હોય કે કોંગ્રેસમાં ઘણા સમય સુધી રહ્યા હોય, તે બધા લોકોએ આ વખતે આમ આદમી પાર્ટીને વોટ આપજો.

આજે ભાજપ અને કોંગ્રેસના કોમન દુશ્મન અરવિંદ કેજરીવાલ છે. તેથી જ ભાજપ અને કોંગ્રેસ ભેગા મળીને અરવિંદ કેજરીવાલજીને સારુ-નરસુ કહેતા રહે છે. આજે તો સત્ય અને અસત્યની લડાઈ ચાલી રહી છે, જેમાં સૌ લોકોએ સાથે આવવાનું છે. ત્યારે જ ગુજરાતમાં પ્રો પીપલ ગવર્નમેન્ટનું મોડલ લાગુ થશે.

અરવિંદ કેજરીવાલ પોતાની ગેરંટીઓને પૂરી કરે છે એટલે જ લોકો કેજરીવાલ પર ભરોસો કરે છે: રાઘવ ચઢ્ઢા

હું ઈચ્છું છું કે પત્રકાર મિત્રો ભાજપને પણ આઇબીના રિપોર્ટ વિશે સવાલ કરે અને મને ખાતરી છે કે તેઓ પોતે જ કબૂલ કરશે કે આમ આદમી પાર્ટી હવે ચૂંટણીની રેસમાં ભાજપ કરતાં આગળ છે. અમે આવનાર ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની ગેરંટી ઉપર અને જનતાનાં મુદ્દાઓ પર વોટ માંગીશું. અરવિંદ કેજરીવાલની વાર્તા અને અન્ય પાર્ટીઓની ચૂંટણીની જાહેરાતો વચ્ચેનો તફાવત એ છે કે અરવિંદ કેજરીવાલની ગેરંટી પૂરી થાય છે અને બીજી પાર્ટીઓના વચનો માત્ર વચનો જ રહે છે.

અરવિંદ કેજરીવાલએ પંજાબમાં પહેલી ગેરંટી આપી હતી કે તેઓ પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપશે અને પછી લોકોએ કહ્યું હતું કે પંજાબનું દેવું ઘણું વધારે છે તો પંજાબમાં મફત વીજળી આપવી શક્ય નથી. પરંતુ આમ આદમી પાર્ટીની સરકાર બન્યાના 3 મહિનામાં અમે ત્યાં વીજળી મફત કરી દીધી અને આજે 50 લાખથી વધુ લોકોને ત્યાં ઝીરો બિલ આવે છે. એટલા માટે આજે લોકો અરવિંદ કેજરીવાલની ગેરંટી ઉપર વિશ્વાસ કરે છે. દિલ્હીમાં અમારી સરકાર બની તે પહેલા ઘણા બધા પાવર કટ થતા હતા, પરંતુ આજે અમારી સરકારમાં 24 કલાક વીજળી મળે છે.

આ મહત્વની પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા ની સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી, પ્રદેશ સંગઠન મંત્રી અને કામરેજ વિધાનસભાના ઉમેદવાર રામ ધડુક હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: Arvind kejriwal statement: ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છેઃ અરવિંદ કેજરીવાલ

Gujarati banner 01