Abandoned child

Abandoned child: ત્યજી દેવાયેલા બાળકના પિતા વિશે જાણકારી મળતા, પોલીસ તપાસમાં પત્નીનો સૌથી મોટો ખુલાસો- વાંચો ઘટસ્ફોટ વિશે

Abandoned child: ગાંધીનગરના પેથાપુરમાં બાળક તરછોડવા મુદ્દે હવે પોલીસે તપાસ વધુ તેજ કરી છે. જેમાં માસૂમ શિવાંશના પિતા સચિનની પ્રેમિકા વડોદરાની હોવાની શંકા સેવાઈ રહી છે

ગાંધીનગર, 10 ઓક્ટોબરઃ Abandoned child: ગાંધીનગરના પેથાપુરમાંથી મળી આવેલા બાળકના પિતાને વહેલી સવારે ગાંધીનગર લવાયો હતો. બાળકનો પિતા તેને તરછોડી રાજસ્થાનના કોટા ફરાર થઇ ગયો હતો. ત્યારે પોલીસ સચિન દીક્ષિતને સવારે સાડા પાંચ વાગ્યે ગાંધીનગર લાવી. જે બાદ પરિવાર સાથે તેને ગાંધીનગરમાં આવેલા નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો

જ્યાર બાદ પોલીસ દ્વારા સચિન અને તેની પત્ની અનુરાધાની તેના ઘરે પૂછપરછ કરવામાં આવી. જેમાં પત્ની અનુરાધાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. અનુરાધાએ જણાવ્યું હતું કે, પતિના પ્રેમ સંબંધ અંગે પોતે કંઈ જ જાણતી નથી. અને રાજસ્થાનના કોટામાં પિયરના એક પ્રસંગમાં ગઈ હતી. તો બીજી તરફ સચીન ઘરે એકલો હતો અને પ્રેમિકા થકી થયેલા બાળકને તરછોડી રાજસ્થાન ભાગ્યો હતો. હાલમાં સચિનની LCB અને SOG દ્વારા પૂછપરછ કરવામાં આવી. આ ઉપરાંત શિવાંશ(Abandoned child) અને સચિનનો DNA ટેસ્ટ પણ કરવામાં આવશે

આ પણ વાંચોઃ Dr.Abdul qadeer khan passes away: પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમના જનક તરીકે ઓળખાતા કાદિર ખાનનું નિધન

વધુમાં તમને જણાવી દઇએ કે, પાટનગર ગાંધીનગરના પેથાપુરમાં બાળક તરછોડવા મુદ્દે હવે પોલીસે તપાસ વધુ તેજ કરી છે. જેમાં માસૂમ શિવાંશના પિતા સચિનની પ્રેમિકા વડોદરાની હોવાની શંકા સેવાઈ રહી છે. જ્યારે બાળકના પિતા સચિન વડોદરા નોકરી કરતો હોવાથી મહિલા મિત્ર હોવાની પોલીસને પ્રબળ શંકા છે. જેથી સચિન અને સચિનની પત્નીની પોલીસ પૂછપરછ કરી રહી છે. સચિનની પત્ની આરાધનાએ કહ્યું કે, મને કંઈ જ ખબર નથી. હું સચિનની પ્રેમિકા અંગે કંઈ જાણતી નથી હોવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત સચિનની પત્નીએ કહ્યું કે, મારી ગેરહાજરીમાં સચિને આ કારસ્તાન કર્યું છે. રાજસ્થાનના કોટામાં હતી ત્યારે આ કૃત્ય થયું છે. તરછોડાયેલા માસુમ બાળક અને પતિના પ્રેમસબંધ બાબતે પત્ની અનુરાધા કશુ જાણતી ન હોવાનું રટણ ચાલુ રાખ્યું છે.’

ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષના બાળકનાં માતા-પિતાની અને મૂકી જનાર શખસની શોધખોળ માટે ગાંધીનગર LCB, SOG, મહિલા અને પેથાપુર પોલીસની ટીમો કામે લગાડવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કહ્યું હતું કે આ પ્રકારે બાળકને તરછોડાયું છે ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરાઈ છે. જિલ્લામાં ટીમ બનાવી, સીસીટીવીના માધ્યમથી તપાસ કરવામાં આવી રહી હતી.

આ પણ વાંચોઃ Abandoned child: સ્વામિનારાયણ મંદિર પાસે દોઢ વર્ષના બાળકને તરછોડી યુવક ફરાર, આખરે બાળકના પિતાની મળી ઓળખ- વાંચો સંપૂર્ણ અહેવાલ

Whatsapp Join Banner Guj