Dr.Abdul qadeer khan passes away

Dr.Abdul qadeer khan passes away: પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમના જનક તરીકે ઓળખાતા કાદિર ખાનનું નિધન

Dr.Abdul qadeer khan passes away: ભોપાલ (ભારત) માં જન્મેલા અબ્દુલ કાદિર ખાનને પાકિસ્તાનના અણુ બોમ્બ ધડાકા બાદ દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવામાં આવ્યો હતો

લાહોર, 10 ઓક્ટોબરઃDr.Abdul qadeer khan passes away: વિશ્વભરમાં પરમાણુ ટેકનોલોજીની દાણચોરી માટે કુખ્યાત એવા પાકિસ્તાની અણુ બોમ્બના પિતા ડો.અબ્દુલ કાદીર ખાનનું રવિવારે અવસાન થયું. તેમણે 85 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. અબ્દુલ કાદિર ખાન કોરોના થયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી જીવન અને મૃત્યુ સાથે લડી રહ્યા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વચ્ચે તે સ્વસ્થ પણ થઈ ગયા હતા, પરંતુ થોડા દિવસ પહેલા તે ફરી બીમાર પડ્યા હતા અને આજે તેમનું મૃત્યુ થયું હતું.

ભોપાલ (ભારત) માં જન્મેલા અબ્દુલ કાદિર ખાનને પાકિસ્તાનના અણુ બોમ્બ ધડાકા બાદ દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં ડો. કાદિર ખાનને પાકિસ્તાનમાં ‘મોહસીન-એ-પાકિસ્તાન’ એટલે કે પાકિસ્તાનના રક્ષક તરીકે પણ ઓળખવામાં આવતા હતા

આ પણ વાંચોઃ Petrol diesel price in gujarat: ગુજરાતના ૧૭ શહેરોમાં ડીઝલ ૧૦૦ને પાર, સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઇ રહ્યો છે વધારો- વાંચો વિગત

અબ્દુલ કાદિર ખાને(Dr.Abdul qadeer khan passes away) હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન આરોપ લગાવ્યો હતો કે, દેશની આટલી સેવા કર્યા બાદ ન તો વડાપ્રધાન ઈમરાન ખાન કે ન તો તેમના મંત્રીમંડળના કોઈ સભ્યએ તેમની સંભાળ લીધી. અબ્દુલ કાદિરે ન્યૂઝ ચેનલને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મને ખૂબ જ દુ:ખ થયું છે કે ન તો પ્રધાનમંત્રી કે તેમના મંત્રીમંડળના સભ્યોએ મારા સ્વાસ્થ્ય વિશે પૂછ્યું છે

પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમના જનક તરીકે ઓળખાતા કાદિર ખાનને પરમાણુ પ્રસારની કબૂલાત કર્યા બાદ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેને હટાવ્યા બાદથી ખાનને ઈસ્લામાબાદના એક વિસ્તારમાં ભારે સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા હતા. જો કે, વહીવટીતંત્રનું કહેવું છે કે સુરક્ષાના કારણોસર તેમને આ રીતે રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Navratri Nav rang: જાણો, નવરાત્રીના નવ રંગોના મહત્વ વિશે

Whatsapp Join Banner Guj