accident 1

Accident between bike and Issar: ભચાઉ પાસે આઇસરે ટક્કર મારતા બાઈક સવાર કાકા-ભત્રીજા સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત- વાંચો વિગત

Accident between bike and Issar: આજે બપોરે 2.30 વાગ્યાના અરસામાં બાઈક સવાર ત્રણ વ્યક્તિઓના આઇસર ટેમ્પોની હડફેટે આવી જતા કમકમાટીભર્યા મોત નીપજ્યાં

ભચાઉ, 05 એપ્રિલઃ Accident between bike and Issar: ભચાઉ તાલુકાના વોન્ધ રામદેવપીર વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે બપોરે 2.30 વાગ્યાના અરસામાં બાઈક સવાર ત્રણ વ્યક્તિઓના આઇસર ટેમ્પોની હડફેટે આવી જતા કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ, જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

ભચાઉ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતભાગીના મૃતદેહોને ભચાઉ સરકારી દવાખાને ખસેડયા હતા, પરંતુ આજે સરકારી હોસ્પિટલમાં હડતાળ હોવાથી પોસ્ટમોર્ટમ ક્રિયા હજુ સુધી થઈ શકી નથી.

બનાવની પ્રાથમિક માહિતી મુજબ ભચાઉ તાલુકાના રામદેવપીર નજીક આવેલી જલારામ ઓઇલ એકમમાં કામ કરતા મૂળ રાધનપુરના અનિરુદ્ધ યોગેશ પટેલ અને તેના કાકા જગદીશ કનેયલાલ પટેલ અને કલોલ (ગાંધીનગર)ના જીગર મહેન્દ્ર પટેલ વોન્ધ તેમના ઘરે જમવા ગયા હતા. જમીને ફરજ પર પરત નોકરી પર આવતી વેળાએ ટેમ્પાની હડફેટે ચડી ગયા હતા.

આ પણ વાંચોઃ PM Modi Visit J&K: કલમ 370 દૂર થયા બાદ પહેલી વખત વડાપ્રધાન મોદી J&Kના પ્રવાસે- વાંચો વિગત

આ અકસ્માતમાં કાકા-ભત્રીજાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે જીગરને ભચાઉ વાગડ વેલફેરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર પૂર્વ જ તેનું પણ મોત નીપજ્યું હતું. જોકે, હતભાગી ત્રણેયના મૃતદેહોનું પોસમોર્ટમ હજુ સુધી હડતાળના પગલે થઈ શક્યું નથી.

બનાવની પ્રાથમિક માહિતી મુજબ ભચાઉ તાલુકાના રામદેવપીર નજીક આવેલી જલારામ ઓઇલ એકમમાં કામ કરતા મૂળ રાધનપુરના અનિરુદ્ધ યોગેશ પટેલ અને તેના કાકા જગદીશ કનેયલાલ પટેલ અને કલોલ (ગાંધીનગર)ના જીગર મહેન્દ્ર પટેલ વોન્ધ તેમના ઘરે જમવા ગયા હતા. જમીને ફરજ પર પરત નોકરી પર આવતી વેળાએ ટેમ્પાની હડફેટે ચડી ગયા હતા.

આ પણ વાંચોઃ Sri Lankan opposition leader seeks PM Modi’s help: શ્રીલંકાના વિપક્ષી નેતાએ માંગી વડાપ્રધાન મોદી પાસે મદદ, કહ્યું- શક્ય હોય તેટલી મદદ કરો

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.