Sri Lankan opposition leader seeks PM Modis help

Sri Lankan opposition leader seeks PM Modi’s help: શ્રીલંકાના વિપક્ષી નેતાએ માંગી વડાપ્રધાન મોદી પાસે મદદ, કહ્યું- શક્ય હોય તેટલી મદદ કરો

Sri Lankan opposition leader seeks PM Modi’s help: આર્થિક કટોકટી વચ્ચે સરકારના કરફ્યૂના આદેશ છતા પણ હજારો લોકો રોડ પર ઉતરીને રાજપક્ષે સરકાર સામે પ્રદર્શન કરી રહ્યા છે

નવી દિલ્હી, 05 એપ્રિલઃ Sri Lankan opposition leader seeks PM Modi’s help: શ્રીલંકાની આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે કફોળી બનતી જઇ રહી છે. સરકારના નેતાઓએ રાજીનામા પણ આપી દીધા છે. આર્થિક કટોકટી વચ્ચે સરકારના કરફ્યૂના આદેશ છતા પણ હજારો લોકો રોડ પર ઉતરીને રાજપક્ષે સરકાર સામે પ્રદર્શન કરી રહ્યા છે.

બીજી તરફ શ્રીલંકામાં વિપક્ષના નેતા સાજિત પ્રેમદાસે ભારતને હસ્તક્ષેપ કરવા માટે કહ્યુ છે. તેમણે પીએમ મોદીને અપીલ કરી છે કે, તમારાથી શક્ય હોય તેટલી વધારે મદદ શ્રીલંકાને કરો. ઉલ્લેખનીય છે કે, ભારતે શ્રીલંકાને જીવન જરૂરિયાતની વસ્તુઓ પુરી પાડવાનુ શરુ કર્યુ છે.

આ પણ વાંચોઃ Teacher Rape Students: 13 વિદ્યાર્થીનીઓ પર દુષ્કર્મ, 8 પ્રેગનન્ટ ટીચરને આજીવન કેદની સજા-વાંચો વિગત

બીજી તરફ શ્રીલંકામાં વધતા જતા વિરોધના પગલે કરફયૂ હોવા છતા હજારો લોકો રસ્તા પર દેખાવો કરી રહ્યા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ લોકોના રોષને ઠંડો પાડવા પોતાના ભાઈ અને નાણામંત્રીનુ રાજીનામુ લઈ લીધુ છે.

કેબિનેટના 26 મંત્રીઓએ તથા શ્રીલંકાની સેન્ટ્રલ બેન્કના ગર્વનરે પણ રાજીનામુ આપી દીધુ છે.રાજપક્ષેએ તમામ રાજકીય પાર્ટીઓને સરકારમાં સામેલ થવા માટે નિમંત્રણ આપ્યુ છે પણ વિપક્ષોએ આ પ્રસ્તાવને ફગાવી દીધો છે.

આ પણ વાંચોઃ HDFC merger with HDFC Bank: HDFC નું HDFC બેંકમાં થશે મર્જર, શેરધારકોને મળશે આ લાભ- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.