manusmriti e1490421892521

મનુસ્મૃતિ અનુસાર આ પાંચ લોકોને ક્યારેય અતિથિ ન બનાવવા જોઇએ…!

manusmriti e1490421892521

જ્યોતિષ ડેસ્ક, 18 જાન્યુઆરીઃ મનુસ્મૃતિની રચના મહારાજા મનુએ મહર્ષિ ભૃગુના સહયોગથી કરી હતી. એવું માનવામાં આવે છે કે આ પુસ્તકમાં જીવન સાથે જોડાયેલા અનેક સૂત્રો બતાવવામાં આવ્યા છે. જે આજે પણ પ્રાસંગિક છે. તેમા કહેવામાં આવ્યુ છે કે આપણા ઘરે આવેલ દરેક એ વ્યક્તિ મેહમાન હોય છે જે સંબંધી, પરિચિત અને ઓળખીતો છે.

Whatsapp Join Banner Guj
  • મહેમાનના આગમન માટે કોઈ નિશ્ચિત તિથિ નથી, તેથી તેમને અતિથિઓ કહેવામાં આવે છે. તે જો કોઈ અજાણ્યો વ્યક્તિ ભૂલેચુકે આપણા ઘરે આવે છે, તો તેની સાથે અતિથિની જેમ વર્તન થવું જોઈએ. પરંતુ પાખંડી, દુષ્ટ કર્મ કરનારો, બીજાને મૂર્ખ બનાવીને લૂંટનારો, બીજાને દુખ પહોચાડનારો, વેદમાં શ્રદ્ધા ન રાખનારા આ પાંચ લોકોને કયારેય અતિથિ ન બનાવવા જોઈએ.
  • માણસે 18 વ્યસનોથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. શિકાર કરવો, જુગાર રમવો,કપોલ કલ્પનાઓ, નિંદા કરવી, દારૂ પીવો, આમતેમ ફાલતુ ભટકવું, નિંદા કરવી, દ્રોહ, ઈર્ષ્યા કરવી, બીજામાં દોષ જોવા, બીજાના પૈસા છીનવી લેવા, અન્ય સાથે દુર્વ્યવહાર કરવો આવા લોકોથી દૂર રહેવું જોઈએ.
Whatsapp Join Banner Guj
  • આવા લોકોને પરિવાર અને સમાજમાં ક્યારેય યોગ્ય સ્થાન મળતું નથી. મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે રત્ન, વિદ્યા અને જ્ઞાન મેળવવા માટે કોઈને સંકોચ ન કરવો જોઈએ. ધર્મ આપણને સાચો રસ્તો બતાવે છે. જીવનની જવાબદારીઓ સમજાવે છે. જો કોઈ ધર્મની દીક્ષા આપે તો તમારે ક્યારેય તેનો ઇનકાર ન કરવો જોઈએ.
  • માણસે હંમેશાં પવિત્રતાની શોધમાં રહેવું જોઈએ.
  • જો કોઈ સંત-મહાત્મા અથવા વિદ્વાન રસ્તામાં કે કોઈ ચોક્કસ સ્થળે ઉપદેશ આપે છે, તો તેણે તે સાંભળ્યા વિના ત્યાંથી ન જવું જોઈએ. ગુરુ પાસેથી સંપૂર્ણ નિષ્ઠાથી કળા શીખવી જોઈએ.
  • જો તમારી પાસે સારુ જ્ઞાન છે તો તમને કે તમારા પરિવારને ક્યારેય ભૂખ્યા સૂવું નહીં. સંત મહાત્માની સલાહને હંમેશાં અનુસરવી જોઈએ.

આ પણ વાંચો….

Ind vs Aus: ત્રીજા દિવસે શાર્દુલ અને સુંદરે કરી બતાવ્યો કમાલ, 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, વિરાટ કોહલીએ પણ કર્યા વખાણ