Accused sentenced to death in Grishma murder case

Accused sentenced to death in Grishma murder case: ગ્રીષ્મા હત્યા કેસમાં મહત્વનો ચુકાદો, આખરે આરોપી ફેનિલને ફાંસીની સજા

Accused sentenced to death in Grishma murder case: આરોપીને આજીવન કેદની સજા કરવી  ઓછી જણાય છે.જેથી કોર્ટે આરોપીનેકોર્ટે મૃત્યુ દંડની સજા ફટકારી- કોર્ટ

સુરત, 05 મેઃ Accused sentenced to death in Grishma murder case: સુરતના ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસના આરોપી ફેનિલ ગોયાણીનની વિરૂધ્ધ સ્પીડી ટ્રાયલના અંતે ગઈકાલે દોષી ઠેરવ્યા બાદ સજાના મુદ્દે બંને પક્ષોની દલીલ  સાભળી  મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે.વ્યાસે આરોપી વિરુદ્ધ નહીં કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોવાની સરકારપક્ષની દલીલ સાથે સંમત થઈને ગ્રીષ્માના હત્યારા ફેનિલ ગોયાણીને મૃત્યુ દંડની સજા, 5 હજાર દંડ તથા ન ભરે તો વધુ એક વર્ષની સખ્તકેદની સજા ફટકારી છે. જ્યારે ભોગ બનનારના પરિવારને તથા ઈજાગ્રસ્તોને  કોર્ટે વિકટીમ કોમપેન્સેશન સ્કીમ હેઠળ…7 લાખનુ વળતર ચૂકવવા ભલામણ કરી છે.

કામરેજ- પાસોદરામાં ગઈ તા. 12મી ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં પડેલા આરોપી ફેનીલ ગોયાણીએ સરેઆમ ગ્રીષ્મા વેકરીયાની ગળે ચપ્પુ હુલાવીને હત્યા કરી હતી. તે પહેલાં આરોપી ફેનીલને સમજાવવા ગયેલા ગ્રીષ્માના કાકા સુભાષભાઈ તથા ભોગ બનનાર ગ્રીષ્માના ફરિયાદી ભાઈ ધ્રુવ વેકરીયા પર પણ આરોપી ફેનીલે ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં સંડોવાયેલો  આરોપી ફેનીલ ગોયાણી વિરુદ્ધ માત્ર 69 દિવસોની સ્પીડી ટ્રાયલ પૂરી થતાં ત્રણ તબક્કે આરોપી વિરુદ્ધનો ચૂકાદો મુલત્વી રહ્યો હતો.ગઈ તા.21મી એપ્રિલના રોજ કોર્ટે

સરકાર પક્ષે મુખ્ય જીલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કુલ 190 પૈકી  85 સાક્ષી ડ્રોપ કરીને 105 સાક્ષીઓની જુબાની લઈ   સરકારપક્ષનો કેસ નિ:શકપણે પુરવાર કરતા આરોપી ફેનિલને હત્યા,હત્યાના પ્રયાસ સહિતના તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. 

કોર્ટે ત્યારબાદ આરોપીને એકથી વધુ વાર  પોતાના બચાવ માટે છેલ્લી તક આપી હતી.કોર્ટે આરોપીને પોતે જે કંઈ કહેવા માગે તે કોર્ટે  પોતાના ચૂકાદામા ટાકવા જણાવ્યું હતુ.કોર્ટે આરોપી ફેનીલને પૂછ્યુ હતું કે તમે એક નિ:સહાય યુવતિનો વધ કર્યો છે. તો મારે કલમથી તમારો વધ કેમ ન કરવો ? પરંતુ આરોપી ફેનિલે કંઈ પણ કહેવાની ના પાડીને મૌન સેવ્યું હતું. જેથી કોર્ટે બચાવપક્ષે સજાના મુદ્દે દલીલ કરવા સમય માંગતી અરજીને મંજૂર કરી આજે તા.22મી એપ્રિલ  સુધી સુનાવણી મોકુફ રાખી હતી.અલબત્ત  કોર્ટની આ મુદત દરમિયાન શ આરોપીની કસ્ટડી ન આવતાં તથા આરોપીના બચાવપક્ષના વકીલ કે મુખ્ય જિલ્લા સરકારી વકીલ અનિવાર્ય સંજોગોના કારણે ગેરહાજર રહેતાં કોર્ટે ચૂકાદો આજરોજ તા. 5 મી મે સુધી અનામત રાખ્યો હતો.

આ પણ વાંચોઃ 60 students corona positive: યુનિવર્સિટીના 60 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા, વાંચો વિગત

સરકાર પક્ષની દલીલો

આજે ગ્રીષ્મા હત્યા કેસમાં દોષી ઠરેલા ફેનીલ ગોયાણી વિરુદ્ધનો કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોઈ સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ફાસીની સજા માટે માંગ કરી હતી.

જેના સમર્થનમાં સરકાર પક્ષે  સુપ્રીમ કોર્ટે માછીસિગ તથા  બચ્ચનસિગના  કેસમાં  રેરેસ્ટ ઓફ રેર કેસના રેસીયો દર્શાવતા આરોપીના ઉગ્ર તથા શાંત થતાં સંજોગો આરોપીની વિરુદ્ધ હોવાની રજુઆત કરી હતી.સરકાર પક્ષે પોતાની દલીલના સમર્થનમાં  રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવી ફાસીની સજા ફરમાવતા ઉચ્ચતમ અદાલતોના  કુલ 20 જજમેન્ટ રજુ કર્યા હતાં. સરકાર પક્ષે આરોપી ફેનિલે પ્રોફેશનલ કિલરની જેમ ગુનાને અંજામ આપવા કરેલી પૂર્વ તૈયારી અને  તેની ગુનાઈત માનસ અને ગુનાઈત વર્તણુકને પણ  ધ્યાનમાં લેવા માંગ કરી હતી.

સરકાર પક્ષે જણાવ્યું હતું કે આરોપીએ એકતરફી પ્રેમમાં એક આશાસ્પદ યુવતિને સરેઆમ  તેના જન્મદાતા માતા પિતાની નજર સામે જ રહેસી નાખી છે.

આરોપીની નાની વય નહીં પણ ગ્રેવીટી ઓફ ઓફેન્સને પણ અદાલતે ધ્યાનમાં લેવો જોઈએ.આરોપીએ  નાની ઉંમરે કોઈ શાતિર દિમાગના પ્રોફેશનલ કિલરની જેમ ભોગ બનનારને બાનમાં લઈને  સમાજને ભયમાં મુક્યો છે. બનાવ સ્થળે હાજર લોકોને કોઈ પણ આગળ આવે તો ગ્રીષ્માને ગળે ચપ્પુ હુલાવી દેવાની ધમકી આપી જાહેર જનતાને પણ બાનમાં લીધી છે.

જેથી આ માત્ર કોઈ એક વ્યક્તિ વિરુદ્ધનો નહિ પરંતુ સમાજ વિરોધી ગુનો છે. આરોપીને મહત્તમ સજા કરવાને બદલે નાની ઉમરને જોઈને હળવાશ ભર્યું વલણ દાખવવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જશે.

આરોપીનુ કૃત્ય બાજીગર ફિલ્મના અભિનેતા શાહરુખ ખાનના પાત્ર જેવું છે.આરોપીએ ભોગ બનનારને પાછળ પડી પરેશાન કરી છે..અને ના માને તો તેની હત્યા કરવા સુધી એના હાથ પહોંચી  જાય છે.

જેથી  યુવાન વયમાં આવી ગુનાઈત માનસિકતા કોઈ એક વ્યક્તિ માટે નહિ પણ સમાજ માટે પણ ખતરા સ્વરૂપ છે.સામે પક્ષે  ભોગ બનનાર ગ્રીષ્મા તથા તેના ઈજાગ્રસ્ત ભાઈ ધ્રુવની પણ માત્ર  21  તથા 18 વર્ષની  નાની વયને  પણ ધ્યાને લેવી જોઈએ.

મરનાર ગ્રીષ્મા તથા એમના પરિવાર સભ્યોને પણ  તેના અભ્યાસ, કારકિર્દી, કન્યા દાન કરવા સહીતના કંઇ કેટલાય કોડ અરમાન હશે.જે આશા અરમાન અને સપનાઓને  આ તથાકથિત  દાઝેલા પ્રેમીએ કાયમ માટે ભસ્મીભૂત કરી નાખ્યા છે.

આરોપી સામેનો કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીમાં પડતો હોઈ આજીવન કેદની સજા ઓછી જણાતી હોઈ સમાજમા દાખલો બેસે તે માટે આરોપીને  મૃત્યુ દંડની  સખ્ત સજા તથા ભોગ બનનારના પરિવાર તથા ઈજાગ્રસ્તોને વીકટીમ કોમ્પેનસેશન સ્કીમ હેઠળ વળતર ચુકવવા સરકારપક્ષે માંગ કરી હતી

સરકારપક્ષે આરોપીના બચાવપક્ષની દરેક સંતને ભૂતકાળ અને દરેક પાપીને ભવિષ્ય કાળ હોવાની દલીલનુ ખંડન કરતાં જણાવ્યું હતું કે દરેક વાલિયો વાલ્મીકિ ન બની શકે.

આ પણ વાંચોઃ Putin will hand over temporary power: વ્લાદિમીર પુતિન કદાચ કૅન્સરનું ઑપરેશન કરાવશે , તો આ વ્યક્તિ ટેમ્પરરી સત્તા સંભાળશે- વાંચો વિગત

આરોપીના બચાવપક્ષની દલીલો

આરોપી ફેનીલના બચાવ પક્ષે ઝમીર શેખ તથા અજય ગોડલીયાએ મુખ્યત્વે ફાસીની સજા અંગે વૈશ્વિક પરિસ્થિતિ અંગે મતમતાંતર હોવાની રજૂઆત કરુ હતી.સુપ્રીમ કોર્ટે વર્ષ -2002માં મીઠ્ઠુસિહ વિ. સ્ટેટ ઓફ પંજાબના કેસમાં ડેથ  સેન્ટેન્સને ગેરબંધારણીય ગણાવી હોવાની રજૂઆત કરી હતી.બચાવપક્ષે આ કેસને મીડીયા ટ્રાયલ તથા પોલીસ તપાસમાં ગંભીર ભુલો કરી હોવાનો આક્ષેપ કરી આરોપીની નાની વયને અને ભવિષ્ય ને ધ્યાને લઈ ઓછી સજા કરવા માંગ કરી હતી. બચાવ પક્ષે જણાવ્યું હતું કે દરેક સંતને તેનો ભૂતકાળ અને દરેક પાપીને પોતાનું ભવિષ્ય હોય છે.આરોપી સામે પણ તેનું ભવિષ્ય છે.આરોપીએ ઉશ્કેરાટ માં આવીને આ કૃત્ય કર્યું હોઈ રેરેસ્ટ ઓફ રેર કેસ ન ગણાય. આમ પણ  રેરેસ્ટ ઓફ રેર  કોને ગણવો તે અંગે કોઈ ચોક્કસ માપદંડ  કે પ્રમાણ નક્કી કરવામાં આવ્યુ નથી.

ગ્રીષ્મા હત્યા કેસમાં  દોષી ઠરેલા ફેનીલ ગોયાણી ના બચાવપક્ષે જણાવ્યું હતું કે આરોપીની યુવાન વયના  છે.તેનો કોઈ ગુનાઈત ઈતિહાસ નથી.આરોપીની માથે  ઘરની જવાબદારી હોઈ સજામાં રહેમ રાખવા માંગ કરી હતી.

હત્યારા ફેનીલને ક્યા ગુનામાં કેટલી સજા…દંડ

  • ઈપીકો -302..માં ફાસીની સજા.,રૂ.5 હજાર દંડ ન ભરે તો વધુ ….એક  વર્ષની  સખ્તકેદ ની સજા
  • ઈપીકો-307 માં 10  વર્ષની સખ્ત કેદ.. 5 હજાર..દંડ….ન ભરે તો વધુ.. 1 વર્ષ ની કેદ
  • ઈપીકો-354 (એ)…. 1 વર્ષની કેદ…1 હજાર.દંડ…ન ભરે તો  વધુ એક વર્ષની કેદ
  • ઈપીકો-506(2) 1 વર્ષની કેદ .. 1 હજાર દંડ ન ભરે તો વધુ  3 માસની..કેદ

-કોર્ટના ચૂકાદાના તારણો

આરોપીનુ કૃત્ત અધમ અને હેવાનિયત ભર્યું છે. અપવાદ માં પણ અપવાદ રૂપ કેસ છે.આરોપીને આજીવન કેદની સજા કરવી  ઓછી જણાય છે.જેથી કોર્ટે આરોપીનેકોર્ટે મૃત્યુ દંડની સજા ફટકારી છે.

Gujarati banner 01