Putin russia

Putin will hand over temporary power: વ્લાદિમીર પુતિન કદાચ કૅન્સરનું ઑપરેશન કરાવશે , તો આ વ્યક્તિ ટેમ્પરરી સત્તા સંભાળશે- વાંચો વિગત

Putin will hand over temporary power: પુતિન ટેમ્પરરી સત્તાનું સુકાન રશિયાની સુરક્ષા પરિષદના સેક્રેટરી નિકોલઈ પેટ્રુશેવના હાથમાં સોંપશે

નવી દિલ્હી, 05 મેઃPutin will hand over temporary power: રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને કૅન્સર થયું હોવાની માહિતી બહાર આવી છે. એક અમેરિકન મીડિયા રિપોર્ટ અનુસાર પુતિન કદાચ કૅન્સરનું ઑપરેશન કરા‍વશે અને એના માટે તેઓ ટેમ્પરરી સત્તાનું સુકાન રશિયાની સુરક્ષા પરિષદના સેક્રેટરી નિકોલઈ પેટ્રુશેવના હાથમાં સોંપશે.

રશિયન ફૉરેન ઇન્ટેલિજન્સ સર્વિસના એક ભૂતપૂર્વ લેફ્ટનન્ટ જનરલ દ્વારા ચલાવવામાં આવતી એક ટેલિગ્રામ ચૅનલને ટાંકીને ‘ન્યુ યૉર્ક પોસ્ટ’ના રિપોર્ટમાં જણાવાયું છે કે ડૉક્ટર્સે પુતિનને જણાવ્યું છે કે તેમણે ઑપરેશન કરાવવું જ રહ્યું. આ ઑપરેશન અને રિકવરીના લીધે પુતિન થોડા સમય માટે તેમની જવાબદારી સંભાળી નહીં શકે એમ મનાય છે.

પુતિનના કૅન્સર ઑપરેશન વિશે દાવો કરનારા આ ટેલિગ્રામ ચૅનલના સંચાલકે કહ્યું હતું કે ‘પેટ્રુશેવ એ સંપૂર્ણપણે વિલન છે. તે વ્લાદિમીર પુતિન જેવો જ છે. બલકે તે વધારે કપટી છે. તે વ્લાદિમીર પુતિન કરતાં વધારે વિશ્વાસઘાતી છે. જો તે સત્તા પર આવશે તો રશિયનોની સમસ્યાઓ અનેકગણી વધશે.’

આ પણ વાંચોઃ Repo Rate increase: રિઝર્વ બેંકે કેશ ફ્લોને કાબૂમાં લેવા માટે રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો, હોમ લોન થશે મોંઘી

આ પણ વાંચોઃ Case of triple talaq: ટ્રિપલ તલાક મામલે એક અધિકારીને કોર્ટે એક વર્ષની સજા ફટકારી- વાંચો શું છે મામલો?

Gujarati banner 01