Adulterated Chilli Seized from Banaskantha

Adulterated Chilli Seized from Banaskantha: ખાદ્ય મસાલાઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે રાજ્ય સરકારની લાલ આંખ, વાંચો વિગતે…

Adulterated Chilli Seized from Banaskantha: બનાસકાંઠા જી.આઈ.ડી.સી ખાતેથી અંદાજે છ લાખ રૂપિયાનો ભેળસેળ યુકત મરચાનો આશરે ૨૧૦૦ કિલોગ્રામ જથ્થો જપ્ત

અમદાવાદ, 15 સપ્ટેમ્બરઃ Adulterated Chilli Seized from Banaskantha: ખોરાક ઔષધનિયમન કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જીવનજરૂરી ખાદ્યચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે બનાસકાંઠા જી.આઈ.ડી.સી ખાતેથી અંદાજે છ લાખ રૂપિયાનો ભેળસેળ યુકત મરચાનો આશરે ૨૧૦૦ કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો છે.

કોશિયાએ ઉમેર્યું કે, તાજેતરમાં પાલનપુરની સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સંયુક્ત રીતે  મરચાં પાવડરનો શંકાસ્પદ જથ્થો બનાસકાંઠા જી.આઇ.ડી.સી ખાતેથી નિલેશભાઇ ગોપાલદાસ મોદી દ્વારા પાસેથી પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર શંકાસ્પદ મરચાં પાવડરનુ ઉત્પાદન થતું જોવા મળી આવ્યું હતું. આ વેપારી મે. શ્રી મોઢેશ્વરી ફુડ પ્રોડકટસ નામે આ જગ્યા પર એફ.એસ.એસ.એ.આઇ લાયસન્સ ધરાવે છે અને મસાલાનો ધંધો /વેપાર કરે છે.

આ વેપારી મરચામાં કલર ની ભેળસેળ કરે છે તેવી તંત્રને મળેલ બાતમી નાં આધારે રેડ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલ ટેસ્ટીંગ કીટની મદદ થી સ્થળ ઉપર ચકાસણી કરતા મરચામાં કલરનું ભેળસેળ હોવાનું જણાયું હતું. આ દેશી લુઝ મરચુ પાઉડરનો નમૂનો લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે, જ્યારે બાકીનો અંદાજીત કિંમત રૂ. ૬,૦૦,૦૦૦/-ની કિંમતનો આશરે ૨૧૦૦ કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.અગાઉ ડીસા ખાતે તપાસ દરમિાન મે. શ્રી હરેક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ માંથી રૂ.૪૬૪૪૦ કિંમતનો ૨૬૦ કિ.ગ્રામ જથ્થો તેમજ મે.જય ગોગા ગૃહ ઉદ્યોગમાંથી પણ રૂ.૧૧૨૦૦ કિંમતનો ૩૦ કિ.ગ્રામ જથ્થો સિઝ કરાયો છે.

આ નમૂનામાં Non permitted oil soluble pink and orange colour તેમજ ઘઉંના લોટની ભેળસેળ જોવા મળી છે. જેની સામે ફોજદારી કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો… Dragon Fruit Benefits: આજથી જ ખાવાનું શરૂ કરી દો ડ્રેગન ફ્રુટ, મળશે આ અદ્ભુત ફાયદાઓ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો