Vaccine 1

Advocate issued notice to the Ministry of Health: અમદાવાદ શહેરના વકીલે આરોગ્ય મંત્રાલયને આ કારણે નોટીસ આપી દીધી

Advocate issued notice to the Ministry of Health: ખાસ કરીને અમદવાદના મેટ્રો કોર્ટમાં પ્રેક્ટિસ કરતા 62 વર્ષના ધારાશાસ્ત્રીએ વેક્સિન મામલે આ નોટીસ આપી છે. આ મેસેજ તેમના જ મોબાઈલમાં આવ્યો હતો.

અમદાવાદ, 29 મે: Advocate issued notice to the Ministry of Health; અમદાવાદ શહેરમાં આ પહેલા બૂસ્ટર ડોઝ કોરોના રસીનો ના લીધો હોવા છતાં પણ ખોટી રીતે મેસેજ આવતા હતા. જેથી શહેરના વકીલે બૂસ્ટર ડોઝ મામલે આરોગ્ય મંત્રાલયને નોટીસ થમાવી દીધી છે. કેટલાક શહેરજનોના મોબાઈલમાં ખોટા મેસેજ આવતા હતા. જેથી વકીલે નોટીસમાં કહ્યું છે કે, આ પ્રકારે ખોટા મેસેજ આપવાનું બંધ નહીં કરવામાં આવે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Advocate issued notice to the Ministry of Health: રસી લીધી પણ ના હોય અને તેના મેસેજ પહેલાથી જ બૂસ્ટર ડોઝનમાં મળે છે. જેમાં ખાસ કરીને અમદવાદના મેટ્રો કોર્ટમાં પ્રેક્ટિસ કરતા 62 વર્ષના ધારાશાસ્ત્રી એ આ નોટીસ આપી છે. આ મેસેજ તેમના જ મોબાઈલમાં આવ્યો હતો. જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તમારા બાજુના સેન્ટરમાં વેક્સિન લઈ આવો, ત્યાર બાદ ફરી 46 મિનિટમાં જ એવો મેસેજ આવ્યો હતો કે તમે અર્બન હેલ્થ સેન્ટમાંથી વેક્સિન નો બૂસ્ટર ડોઝ લઈ લીધી છે.

જો કે તેઓ અમદાવાદમાં જ હયાત નહોતા અને તેમને વેક્સિન પણ લીધી નહોતી, ત્યારે આ પ્રકારે અન્ય લોકોને પણ બુસ્ટર ડોઝના મેસેજ આવ્યા હતા જેથી આ મામલે નોટીસ આપવામાં આવી હતી.

આ પણ વાંચો..Bogus certificate scam: બાર કાઉન્સિલ દ્વારા બોગસ સર્ટિફીકેટનું કૌભાંડ રોકવા સનદ સર્ટિફિકેટ ચેક કરાશે

Gujarati banner 01