yogi

New rules for women: ઉત્તર પ્રદેશની અંદર સાંજે 7 વાગ્યા પછી મહિલાઓ નાઈટ ડ્યુટી નહીં કરાવી શકો

New rules for women: મહિલાને ડ્યુટી દરમિયાન જરૂરી હોય અને જવું પડે તેમ હોય તો તેના માટે લેખિતમાં મંજૂરી લેવી પડશે.

લખનૌ, 29 મે: New rules for women: ઉત્તર પ્રદેશની અંદર સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી મહિલાઓને ડ્યુટી કરાવી શકાશે. રાત્રે મહિલાઓને નોકરીની શિફ્ટ આપી શકાશે નહીં. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશની અંદર મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નાઈટ શિફ્ટ બંધ કરી દેવામાં આવી છે. આ નિયમ સરાકરી ઉપરાંત ખાનગી ક્ષેત્રોની અંદર પણ લાગુ કરવામાં આવશે.

પરંતુ કોઈ કારણસર મહિલાને ડ્યુટી દરમિયાન જરૂરી હોય અને જવું પડે તેમ હોય તો તેના માટે લેખિતમાં મંજૂરી લેવી પડશે. આમ જરૂરીયાતને જોતા છૂટ પણ આપવામાં આવી છે પરંતુ તેમાં પણ ઘરથી ઓફિસ અન ઓફિસથી ઘર સુધી ફ્રી કેબની સુવિધા પણ આપવી પડશે. જો કોઈ કંપની કે ઓર્ગનાઈઝેશ આવું નહીં કરે અને શિફ્ટ સાંજે 7 વાગ્યા દરમિયાન આપશે તો આવગણના કરનારને દંડ પણ ફટકારવામાં આવશે જેલ પણ થઈ શકે છે.

આ પ્રકારનો નિયમ યોગી આદિત્યનાથ મુખ્યમંત્રીએ લીધો છે. (New rules for women) ખાસ કરીને યોગી આદિત્યનાથ પહેલા એવા મુખ્યમંત્રી છે કે, જેમણે બીજીવાર મુખ્યમંત્રી તરીકેના સપથ લીધા છે. ત્યારે ઉત્તર પ્રદેશની અંદર મુખ્યમંત્રી દ્વારા આ પ્રકારે એક પછી એક નિર્ણય લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત મહિલાઓના હિતને ધ્યાનમાં રાખી ડ્યુટી દરમિયાનના અન્ય નિયમો પણ યોગી સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે. 

આ પણ વાંચો..Advocate issued notice to the Ministry of Health: અમદાવાદ શહેરના વકીલે આરોગ્ય મંત્રાલયને આ કારણે નોટીસ આપી દીધી

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *