india vs aus brisbane test day 1 1610697668

72 વર્ષ બાદ બે ડેબ્યુ ખેલાડીઓએ એક જ મેચમાં 3-3 વિકેટ ઝડપી, નટરાજન અને સુંદરે પોતાના નામે કર્યો આ રેકોર્ડ

india vs aus brisbane test day 1 1610697668

સ્પોર્ટ્સ ડેસ્ક, 16 જાન્યુઆરીઃ ભારતના યુવા અને અનુભવહીન બોલરોએ શાનદાર પ્રદર્શન કરતાં ચોથી અને આખરી ટેસ્ટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની છેલ્લી 5 વિકેટો 58 રનમાં ખેરવી નાંખી છે. કાંગારુ ટીમનો પહેલો દાવ 369 રન પર સમેટાઈ ગઈ છે. ભારત માટે પહેલા દાવમાં ટી.નટરાજન, શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરે 3-3 વિકેટ લીધી છે. તો મોહમ્મદ સિરાજે પણ 1 ઝટકો આપ્યો હતો.

Whatsapp Join Banner Guj

ભારતીય ટીમ પોતાના સ્ટાર બોલરોની ઈજાથી ઝઝૂમી રહી છે. તેવામાં અનુભવહિન બોલરોના પ્રદર્શનને બિરદાવવાલાયક રહી, તેમની પાસે અપેક્ષા કરતાં પણ ખૂબ જ સારો દેખાવ કર્યો છે. અનુભવ ન હોવા છતાં ઓસ્ટ્રેલિયા જેવી ટીમને ધૂળ ચટાડી છે. આ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરનાર બોલર ટી.નટરાજન અને વોશિંગ્ટન સુંદરે કમાલ કરીને ડેબ્યુ મેચમાં જ પ્રથમ દાવમાં 3 -3 વિકેટ લઈને મોટો રેકોર્ડ બનાવ્યો છે.

ટીનટરાજન અને વોશિંગ્ટન સુંદરની જોડીએ એક સાથે એક જ મેચમાં ડેબ્યુ કરીને 3-3 વિકેટ ઝડપી છે. આવી ઘટના 72 વર્ષ બાદ ફરીથી એક વખત બની છે, જ્યારે ભારત તરફથી બે ડેબ્યુ કરનારા ખેલાડીએ એક જ ટેસ્ટ મેચમાં ત્રણ વિકેટની ક્લબમાં જોડાઈ ગયા છે. ટી નટરાજન અને વોશિંગ્ટન સુંદર પહેલા ભારત તરફથી મંટુ બનર્જી અને ગુલામ અહમદે 1948-1949માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ કોલકત્તામાં ટેસ્ટ ડેબ્યુ કરતાં 4-4 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો….

વ્યવસ્થાઃ વેક્સિન લીધા બાદ જો આડઅસર અનુભવાય તો તાત્કાલિક કરશો સંપર્ક, સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર