Rakesh Joshi

Ahmedabad Civil Hospital Ready For Chinese Disease: ચીની આફત સામે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જ, સુપ્રિટેન્ડન્ટે આપી માહિતી

Ahmedabad Civil Hospital Ready For Chinese Disease: સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડ બનાવાયાઃ સિવિલ સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોશી

અમદાવાદ, 29 નવેમ્બરઃ Ahmedabad Civil Hospital Ready For Chinese Disease: ચીનમાં અણધારી આફતે કોહરામ મચાવ્યા બાદ હવે અમદાવાદ સિવિલમાં પણ સાવચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે વોર્ડ બનાવાયા છે. ચીનમાં ફેલાયેલી અણધારી બીમારીને લઇ તંત્ર દ્વારા તૈયારીઓ કરાઇ છે.

નોંધનીય છે કે, ચીનમાં બાળકોમાં ઝડપથી વધી રહેલા શ્વસન સંબંધી રોગને કારણે ભારત સરકારે 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. જેમાં રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ અને હરિયાણાનો સમાવેશ થાય છે.

વાત જાણે એમ છે કે, ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. આ કારણે સાવચેતીના પગલા તરીકે આ રાજ્યોમાં હોસ્પિટલો અને આરોગ્ય કર્મચારીઓને શ્વાસની સમસ્યા સાથે આવતા દર્દીઓ સાથે ઝડપથી વ્યવહાર કરવા સૂચના આપવામાં આવી છે. 

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોશીએ પણ આ અજાણી બીમારીને લઈ નિવેદન આપ્યું છે. રાકેશ જોશીએ કહ્યું કે, આ એક ન્યુમોનિયા ટાઇપનો જ રોગ છે. સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડ બનાવાયા છે.

આ સાથે તેમણે કહ્યું કે, ચીનમાં ફેલાતા રહસ્યમય રોગ પર નજર રાખી રહ્યા છીએ. બાળકોમાં H9N2 કેસ અને શ્વાસ સંબંધી રોગો પર નજર રખાઇ રહી છે. જેને લઈ સાવચેતીના ભાગરૂપે સિવિલમાં વેન્ટિલેટર, PPE કીટ, એન્ટી વાયરલ દવાનો જથ્થો ઉપલબ્ધ છે. 

સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોશીએ કહ્યું કે, ઓક્સિજન પ્લાન્ટ અને વેન્ટિલેટરનો પૂરતો જથ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, બાળકોમાં ફેફસાંમાં બળતરા, આકરો તાવ જણાય તો ડૉક્ટરને બતાવો.

ઉધરસ અને શરદી જેવાં લક્ષણો જણાય તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો. આ સાથે તેમણે ઉમેર્યું કે, હોસ્પિટલોમાં તમામ તૈયારી કરવામાં આવી છે. તેમજ જરૂર જણાયે આઈસોલેશન વોર્ડ શરૂ કરાશે. રાકેશ જોશીએ કહ્યું કે, આ રોગ ભારતમાં આવે એવું નથી લાગતું. છતા પણ આપણે એનો સામનો કરવા સજ્જ છીએ.

આ પણ વાંચો… Google Delete Account: સાવધાન! ગૂગલ 1 ડિસેમ્બરથી ડિલિટ કરશે આ Gmail એકાઉન્ટ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો