Food Poisoning Case in Train: ટ્રેનમાં ફૂડ પોઈઝનિંગનો કિસ્સો, આટલા લોકો થયા હોસ્પિટલમાં દાખલ

Food Poisoning Case in Train: ચેન્નાઈથી પુણે આવી રહેલી ટ્રેનમાં થઈ ઘટના, 40 મુસાફરો બન્યા ભોગ

  • મુસાફરોની સારવાર માટે પુણે રેલવે સ્ટેશન પર તાકીદે વ્યવસ્થા કરવામાં આવી

મુંબઈ, 29 નવેમ્બરઃ Food Poisoning Case in Train: ચેન્નાઈથી પુણે આવી રહેલી ભારત ગૌરવ યાત્રા ટ્રેનમાં ફૂડ પોઈઝનિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાત્રે જમ્યા બાદ સુઈ જતા મુસાફરોને હાલાકી શરૂ થઈ હતી. જેના કારણે આ મુસાફરોની સારવાર માટે પુણે રેલવે સ્ટેશન પર તાકીદે વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 40 મુસાફરો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હતા.

હાલમાં પ્રશાસને માહિતી આપી છે કે, તમામ મુસાફરોની હાલત સ્થિર છે. જો કે મુસાફરોને ભોજન બાદ મુસાફરોને હાલાકી શરૂ થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ભારત ગૌરવ યાત્રા ટ્રેન ચેન્નાઈથી પુણે આવી રહી હતી. આ સ્પેશિયલ ટ્રેન મધ્યરાત્રિના સુમારે પુણે રેલવે સ્ટેશન પર આવી હતી.

રેલવેએ લાંબા અંતરની ટ્રેનોમાં પેન્ટ્રી કાર હટાવી દીધી છે

ત્યારપછી ટ્રેનમાં કેટલાક મુસાફરોને અચાનક ઉલ્ટી અને ઉબકા આવવા લાગ્યા હતા. જેથી તેઓને પ્લેટફોર્મ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ આ મુસાફરોને સાસૂન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અત્યારે ભલે રેલવેએ લાંબા અંતરની ટ્રેનોમાં પેન્ટ્રી કાર હટાવી દીધી હોય, પરંતુ આ સ્પેશિયલ ટ્રેનમાં કેટરિંગની સુવિધા આપવામાં આવી રહી છે. તેમ છતાં મુસાફરોને તાજું ભોજન મળતું ન હોવાની ફરિયાદો અનેક વખત કરવામાં આવી છે.

ઘણીવાર સવારનું ફૂડ પેકેટ સાંજે, રાત્રે આપવામાં આવે છે. આવી દુર્ઘટના થવાની સંભાવના છે. આથી રેલ્વે પ્રશાસને ફરીથી પેન્ટ્રીકરો શરૂ કરવામાં આવે તેવી વિનંતી રેલ્વે પેસેન્જર ગ્રુપ વતી કરવામાં આવી છે.

આ પણ વાંચો… Ahmedabad Civil Hospital Ready For Chinese Disease: ચીની આફત સામે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જ, સુપ્રિટેન્ડન્ટે આપી માહિતી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો