IAS officer raided there

IAS officer raided there: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં IAS ઓફિસરને ત્યાં CBIની ટીમ દ્વારા દરોડા

IAS officer raided there: આઇએએસ કે. રાજેશ પર જમીન કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે

ગાંધીનગર, 20 મેઃ IAS officer raided there: ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે  CBIની ટીમ દ્વારા દરોડા પડતા અફરાતફરી મચી જવા પામી છે અને દરોડાથી ભયનો માહોલ સર્જાયો છે. IAS કે. રાજેશ આંધ્ર પ્રદેશના વતની છે અને વર્ષ 2011ની બેંચના ગુજરાત કેડરના અધિકારી છે. ગઈ કાલે મોડી રાતે કે. રાજેશને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે

આ કાર્યવાહી ગાંધીનગર, સુરત અને સુરેન્દ્રનગરમાં કરવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે કે. રાજેશ જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે કે. રાજેશ સુરેન્દ્રનગરના કલેકટર પણ રહી ચુક્યા છે.

આ પણ વાંચોઃ Ahmedabad corona cases: સોલા સિવિલમાં સગર્ભાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ, અમદાવાદમાં નવા 12 કેસ નોંધાયા

CBI ઓફિસર દ્વારા ગુજરાતના પાટનગરમાં આઈએએસ કે. રાજેશને ત્યાં દરોડા પાડતા સચિવાલય ખાતે ફફડાટ જવા પામી છે ગઈકાલે મોડી રાતે 2011 કેડરના આઈએએસ અધિકારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.  આ અધિકારી જમીન કૌભાંડ મામલે સામેલ હોવાના તેના પર આરોપ લગાડવામાં આવી રહ્યા છે.

આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર આઈએએસ કંકિપતિ રાજેશ જોઈન્ટ સેક્રેટરીને ત્યાં આવક કરતા વધુ સંપત્તિ મામલે CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ અધિકારી સામે કથિત રીતે હથિયાર લાઈસન્સના પરવાનામાં આરોપી તરીકે CBIએ દિલ્હીમાં એફઆઈઆર નોંધાવી હતી.

(સોર્સઃ ન્યુઝ સર્ચ)

આ પણ વાંચોઃ Surat Police Action Plan: ભયજનક વાહન ચલાવનારાઓ સામે સુરત પોલીસ કમિશનરની લાલ આંખ, એક્શન પ્લાન તૈયાર

Gujarati banner 01