Gujarati in Modi cabinet

Gujarati in Modi cabinet: કેબિનેટ વિતરણમાં ગુજરાતના નવા 3 સાંસદ સભ્યો દિલ્હીમાં લીધા શપથ- હવે PM સહિત 8 સાંસદગુજરાતી કેબિનેટમાં સામેલ

Gujarati in Modi cabinet: સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશને મંત્રી બનાવવામાં આવ્યા છે

અમદાવાદ, 07 જુલાઇઃ Gujarati in Modi cabinet: મોદી સરકારે કેબિનેટનું વિસ્તરણ કર્યું છે. જેમાં મોદી સરકારના પ્રધાનમંડળમાં કુલ 7 ગુજરાતી ચહેરાઓ હવે જોવા મળશે. આજે મોદી કેબિનેટનું વિસ્તરણ થઈ રહ્યું છે. જેમાં ગુજરાતના એક મહિલા સાંસદ સહિત ત્રણ સાંસદને લોટરી લાગી છે. સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશને મંત્રી બનાવવામાં આવ્યા છે.

ઉપરાંત રૂપાલા અને મનસુખ માંડવિયાને પ્રમોશન મળવાના ચાન્સ છે. મોદી સરકારના આજના કેબિનેટ વિસ્તરણ બાદ ગુજરાતને લોટરી લાગી છે. ગુજરાતના 7 સાંસદો દિલ્હી પહોંચ્યા છે. લોકસભાની 26 અને રાજ્યસભાની 8 સીટોમાં સૌથી વધારે પ્રતિનિધિત્વ ગુજરાતને પ્રથમવાર મળ્યું છે. પોતે વડાપ્રધાન , અમિત શાહ, મનસુખ માંડવિયા, પુરષોત્તમ રૂપાલા અને એસ જયશંકર અત્યારસુધી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હતા. હવે 3 નવા સાંસદો પણ મંત્રી બનતાં દિલ્હીમાં ગુજરાતના 7 સાંસદો પ્રતિનિધિત્વ કરશે.અટલ સરકાર માં (2004) માં અડવાણી સાથે 5 મંત્રી હતાં.(2 કેબિનેટ ,3 રાજ્યકક્ષા) એ સમયે બધા લોકસભામાં થી હતાં.

મોદી કેબિનેટમાં ગુજરાતના ૭ ચહેરા

  • અમિત શાહ
  • એસ.જયશંકર
  • મનસુખ માંડવીયા
  • પરસોતમ રૂપાલા
  • ડો.મહેન્દ્ર મુંજપરા
  • દર્શના જરદોશ
  • દેવુંસિંહ ચૌહાણ

આજે મોદી કેબિનેટનું વિસ્તરણ થઈ રહ્યું છે. જેમાં 43 નવા મંત્રીઓના સમાવેશ વચ્ચે અત્યારસુધી 9 મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળનો વિસ્તાર થવા જઇ રહ્યું છે. આજે સાંજે 6 વાગ્યાની આસપાસ નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવશે. ગુજરાતમાંથી પણ 3 સાંસદોને મંત્રી બનાવાયા છે હાલમાં ગુજરાતમાંથી અમિત શાહ, પુરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, જયશંકર મંત્રીઓ છે.

હવે સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશને પણ મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે, તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. રૂપાલા અને મનસુખ માંડવિયાએ પ્રમોશન મળી શકે છે. જેમાં રૂપાલાને સ્વતંત્ર પ્રભાર અને માંડવિયા કેબિનેટ મંત્રી બની શકે છે. આમ બંનેને કેબિનેટનો દરજ્જો મળશે

મોદી મંત્રીમંડળના વિસ્તરણથી મોદી મંત્રીમંડળમાં 12 અનુસૂચિત જાતિના મંત્રીઓ હશે, જેમાંથી 8 કેબિનેટ મંત્રી હશે અને જેઓ દેશના 8 રાજ્યોમાંથી હશે. જેમાં લગભગ તમામ અનુસૂચિત જાતિઓનું પ્રતિનિધિત્વ છે. આ ઉપરાંત 8 અનસૂચિતન જનજાતિના મંત્રી હશે, જેમાંથી 3 કેબિટનેટ મંત્રી હશે.

Gujarati in Modi cabinet

આ પણ વાંચોઃ Lost their parents during covid 19:કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને સહાય આપવા અંગે CM રૂપાણીની મહત્વપૂર્ણ જાહેરાત