AIIMS hospital Rajkot: ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલમાં આ 8 પ્રકારની સુવિધાઓ કરાશે ઉપલબ્ધ

AIIMS hospital Rajkot: આ OPDમાં ન્યુરોસર્જરી, એન્જિયોપ્લાસ્ટી, હાર્ટ સર્જરી, પેડિયાટ્રિત સર્જરી, બાયપાસ, ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર, ની રિપ્લેસમેન્ટ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ થશે. 

રાજકોટ, 28 મે: AIIMS hospital Rajkot: મેડિકલ ક્ષેત્રે રાજકોટ હરણફાળ ફરી આગળ વધી રહ્યું છે. રાજકોટમાં PM મોદી દ્વારા એઈમ્સ રૂપી નજરાણું આપવામાં આવ્યું છે. આ હોસ્પિટલ રાજકોટના પરાપીપળીયા ગામે નિર્માણ પામી રહી છે. ગુજરાતની આ પ્રથમ એઈમ્સ હોસ્પિટલનું પહેલા જ OPDનો પૂજન-અર્ચન કરી આરંભ કરી દેવાયો છે. આ OPDમાં ન્યુરોસર્જરી, એન્જિયોપ્લાસ્ટી, હાર્ટ સર્જરી, પેડિયાટ્રિત સર્જરી, બાયપાસ, ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર, ની રિપ્લેસમેન્ટ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ થશે. 

આ હોસ્પિટલમાં નોન-એકેડેમિક સિનિયર રેસીડેન્ટ તબીબ તરીકે ડૉ. ઋશાંગ દવે (પેથોલોજી વિભાગ), ડૉ. ટ્વિન્કલ પરમાર (માઈક્રોબાયોલોજી વિભાગ, ડૉ. રાહુલ ખોખર (સર્જરી વિભાગ), ડૉ. રિદ્ધિ પરમાર (પેથોલોજી), ડૉ. શિવા પેનતાપતિ (કોમ્યુનિટી એન્ડ ફેમિલી મેડિસન), ડૉ. જય મોઢા (ડર્મેટોલોજી, ડૉ. અનુરાગ મોદી (રેડિયોલોજી), ડૉ. પાયલ વાઢેર (ઈએનટી), ડૉ. મિલન દવે (એનેસ્થેસિયોલોજી), ડૉ. મેઘાવી શર્મા (ઓબસ્ટેટ્રીક્સ એન્ડ ગાયનેકોલોજી), ડૉ. અનેરી પારેખ (પલ્મોનરી મેડિસીન), ડૉ. રાહુલ ખોખર (જનરલ સર્જરી), ડૉ. ઉમંગ વડેરા (ઓર્થોપેડિક્સ), ડૉ. કરણ વાછાણી (જનરલ મેડિસીન), ડૉ. દેવહુતી ગોધાણી (પીડિયાટ્રીક્સ), ડૉ. દિશા વસાવડા (સાઈકિયાટ્રિસ્ક), ડૉ. હિરલ કારિયી અને ડ. પ્રલ પૂજારી (ડેન્ટિસ્ટ) વગેરે સેવા આપશે. જેમાં પીડીયુ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા તબીબોનો સમાવેશ કરાયો છે. 

રાજકોટની આ એઈમ્સ હોસ્પિટલમાં માત્ર 10 રૂપિયામાં તપાસ કરાશે. તેમજ આગળ નિદાન માટે નિમ્ન શુલ્કમાં રિપોર્ટ કરાશે. આ ઉપરાંત જો દાખલ થવું પડે તો માત્ર 375 રૂપિયામાં 10 દિવસ જનરલ વોર્ડ અને 2 લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે. આ સિવાય ગરીબો માટે એક દિવસના બેડનું ભાડું માત્ર 35 રૂપિયા પ્રતિદિન રહેશે. 

આ પણ વાંચો..PM Modi on Gujarat tour: ગુજરાત દૌરા પર મોદીએ કહ્યું, ‘છેલ્લા આઠ વર્ષમાં એવું કોઈ કામ નથી કર્યું જેનાથી લોકોનું માથું શરમથી ઝુકી જાય’

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *