shiv

અંબાજી (Ambaji) માં પણ મોટા ભાગના તમામ શિવાલયો ખુલ્લા જોવા મળ્યા

Palakhi yatra

Ambaji: શિવભક્તો પણ સોશ્યિલ ડિસ્ટન્સ સાથે શિવજી ના દર્શન કર્યા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૧૧ માર્ચ:
Ambaji: કોરોના મહામારીને લઈ વર્ષભરના તહેવારો ફિક્કાજ રહ્યાછે ત્યારે આજે મહા શિવરાત્રને લઈ મોટા શિવાલયોમાં મોટા મેળાવડાઓ બંધ રહ્યાછે ત્યારે કેટલીક જગ્યાએ કોરોના મહામારી ની સરકારી ગાઇડ લાઇન પ્રમાણે મંદિરો ખુલ્લા રહેતા ભક્તો શિવભક્તિમાં રંગાયેલા જોવા મળ્યા હતા

ambaji
ભગવાન શિવજી ને વિવિધ વ્યંનજનો નો 56 ભોગ અન્નકૂટ ધરાવાયો

યાત્રાધામ અંબાજી (ambaji)માં પણ મોટાભાગ ના તમામ શિવાલયો ખુલ્લા જોવા મળ્યા હતા અને શિવભક્તો પણ સોશ્યિલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરી શિવજી ના દર્શન કર્યા હતા ને વર્ષ પરંમ્પરાગત રીતે શિવાલય ના પ્રાંગણ માં બ્રાહ્નણો દ્વારા હોમ હવન પણ કરાત વાતાવરણ શિવમય બન્યુ હતું અંબાજી માં કૈલાસ ટેકરી મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવજી ને વિવિધ વ્યંનજનો નો 56 ભોગ અન્નકૂટ ધરાવાયો હતો

ADVT Dental Titanium

ભગવાન ભોલેનાથ ની પાલખી યાત્રા નીકાળી કૈલાસ ટેકરી શિવમંદિરે યાત્રા પૂર્ણ કરવામાં આવી

જેર્ની આરતી માં પણ શિવભક્તો એ સોશ્યિલ ડિસ્ટન્સ સાથે અન્નકૂટ ના દર્શનનો લાભ લીધો હતો અંબાજી ધાર્મિક ઉત્સવ દ્વારા દર વર્ષ ની જેમ આ વખતે પણ ભગવાન ભોલેનાથ ની પાલખી યાત્રા નીકાળી હતી જેમાં ભીડભાડ ને બદલે ગણતરી ના લોકો જોડાયા હતા આ પાલખી યાત્રા પરશુરામ શિવમંદિરથી નીકળી વિવિધ શિવાલયોના પરિબ્રહ્મણ સાથે કૈલાસ ટેકરી શિવમંદિરે યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી

Whatsapp Join Banner Guj

તેમ ધાર્મીક ઉત્સવ સેવા સમીતી ના પ્રમુખ સુનિલ અગ્રવાલે જણાવ્યુ હતુ જોકે દરવર્ષે આ શિવાલયો માં વિવિધ ફરાળી વાનગીઓ ની પ્રસાદ વિતરણ થતુ હતું તેના બદલે તમામ શિવાલયો માં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લાપસી નો પ્રસાદ બનાવીને મોકલ્યો હતો જે ભક્તો ને વિતરણ કરાયો હતો

ambaji

અંબાજી (ambaji) મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લાપસી નો પ્રસાદ બનાવીને મોકલ્યો હતો જે ભક્તો ને વિતરણ કરાયો

આ પણ વાંચો…એક બહેને ઓર્ડર કેન્સલ કર્યો તો ઝોમેટો (zomato) ના ડીલેવરી બોય એ ગુસ્સામાં તેનું નાક તોડી નાખ્યું.